• રવિવાર, 13 જુલાઈ, 2025

નં. 4 પર કપ્તાન ગિલ પણ વનડાઉનમાં કોઇ ફિક્સ નહીં : પંત

પત્રકાર પરિષદમાં ઉપકપ્તાન ઋષભ પંતનો ખુલાસો

‘અમદાવાદની વિમાની દુર્ઘટના બાદ દેશને ખુશી આપવાની કોશિશ કરશું’

લીડસ તા.18: ભારતીય ટીમના ઉપકપ્તાન ઋષભ પંતે આજે સ્પષ્ટ કર્યું છે કે વિરાટ કોહલીના સ્થાને નંબર ચાર પર કપ્તાન શુભમન ગિલ બેટિંગ કરશે. શુક્રવારથી શરૂ થનાર પ્રથમ ટેસ્ટ પૂર્વે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે આ શ્રેણીમાં નંબર 3 અને 4 પર કોણ બેટિંગ કરશે?

ઋષભ પંતે કહ્યંy કે નંબર ત્રણ પર કોણ બેટિંગ કરશે તેની ચર્ચા ચાલી રહી છે. આ સ્થાન પર હજુ કોઇ નામ ફાઇનલ થયું નથી. પરંતુ નંબર ચાર પર કપ્તાન શુભમન ગિલ બેટિંગ કરશે તે નિશ્ચિત છે. જયારે હું પાંચમા ક્રમે બેટિંગમાં આવીશ. પંતના આ બયાનથી સાફ થયું છે કે વિરાટ કોહલીના સંન્યાસ બાદ શુભમન ગિલ નંબર ચારની જગ્યા સંભાળશે.

પંતે એમ પણ જણાવ્યું કે પહેલા ટેસ્ટના કોમ્બેશન પર ચર્ચા ચાલી રહી છે. ફાઇનલ ઇલેવન આગલા દિવસે જ ફિકસ થશે. ટીમમાં પોતાની ભૂમિકા વિશે ઋષભ પંતે જણાવ્યું કે હું બેટિંગ હોય કે કીપિંગ તમામ ક્ષેત્રમાં ટીમને સહયોગ આપવાની કોશિશ કરીશ. કોહલી અને રોહિતની નિવૃત્તિ વિશેના સવાલ પર કહ્યંy કે આ બન્ને મોટા ખેલાડી હતા. જે હવે ટીમના હિસ્સા રહ્યા નથી. તેમની ખોટ પડશે. અમારી સામે પડકાર છે કે ટીમને આગળ લઇ જાય. અમારૂ લક્ષ્ય ઇંગ્લેન્ડમાં સારો દેખાવ કરવાનું છે.

અંતમાં ઋષભ પંતે કહ્યંy કે અમદાવાદમાં જે વિમાની દુર્ઘટના થઇ એથી પૂરો દેશ શોકમાં છે. એક ક્રિકેટર તરીકે અમે ભારતને ખુશી આપવાની કોશિશમાં રહેશું.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025