• રવિવાર, 13 જુલાઈ, 2025

પ્રથમ ટેસ્ટની પીચ સુકી અને 8 મી.મી. ઘાસ હશે : ક્યૂરેટર

લીડસ, તા.18: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બહુપ્રતિક્ષિત પાંચ ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ શુક્રવારથી થવાનો છે. પહેલો મેચ લીડસમાં હેડિંગ્લે ખાતે રમાશે. ઇંગ્લેન્ડ ટીમ હંમેશાં એશિયન ટીમનું પ્રથમ ટેસ્ટમાં ગ્રીન ટોપ વિકેટ પર સ્વાગત કરે છે પરંતુ આ વખતે આનાથી વિપરિત જોવા મળી શકે છે. હેડિંગ્લેની પીચ સૂકી અને બેટધરોને મદદગાર હશે તેવો સંકેત ક્યૂરેટરે આપ્યો છે.

ક્યૂરેટર રિચર્ડ રોબિન્સને જણાવ્યું કે બસ અમે એક સારી પિચ બનાવવા માગીએ છીએ. તેનું માનવું છે કે શરૂઆતમાં ઝડપી બોલરોને મદદ મળશે. આ પછી અપેક્ષિત ગરમીને લીધે પીચ સપાટ બની જશે. જેથી બેટધરોને મદદ મળશે. આ પીચ ઇંગ્લેન્ડની શૈલિ બેઝબોલ (આક્રમક બેટિંગ) અનુકુળ હશે તેવું નથી, બિન અનુભવી ભારતીય બેટિંગ ક્રમને પણ ફાયદો મળશે.

હાલ પીચ પર ઘણું ઘાસ જોવા મળે છે. જે મેચના દિવસે ઘટીને 8 મિમી રહી જશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીના સંન્યાસ પછી ભારતની બેટિંગ લાઇનઅપમાં કેએલ રાહુલ સૌથી અનુભવી બેટ્સમેન છે. શુભમન ગિલ નવો કપ્તાન બન્યો છે અને કરુણ નાયરે 7 વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં વાપસી કરી છે.

ભારતીય ટીમને લીડસમાં છેલ્લે 2021માં એક ઇનિંગની હાર મળી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025