• રવિવાર, 13 જુલાઈ, 2025

સૂર્યકુમાર યાદવ ઇંગ્લેન્ડ શું કામ પહોંચ્યો ?

મુંબઇ તા.18: ભારતીય ટી-20 ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ આજે ઇંગ્લેન્ડ રવાના થયો છે. તે ઇંગ્લેન્ડ વિરૂધ્ધની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમમાં સામેલ થયો નથી. સૂર્યકુમાર સ્પોર્ટસ હર્નિયાના ઇલાજ માટે લંડનમાં વિશેષજ્ઞની સલાહ લેશે અને જરૂર પડશે તો સર્જરી પણ કરાવશે. સૂર્યકુમાર યાદવ જો સર્જરી કરાવશે તો તે ઓછામાં ઓછા બે મહિના માટે મેદાન બહાર થશે. આઇપીએલમાં તેણે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી 700થી વધુ રન કરી શાનદાર દેખાવ કર્યોં હતો. સૂર્યકુમારે તાજેતરમાં ખુલાસો કર્યોં હતો કે આ દર્દ સહન કરીને તે આઇપીએલના ઘણા મેચમાં રમ્યો હતો. ટીમ ઈન્ડિયા ઓગસ્ટના અંત પહેલા કોઇ ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમવાની નથી. આથી કપ્તાન સૂર્યકુમાર યાદવ હર્નિયાની સારવાર માટે ઇંગ્લેન્ડ પહોંચ્યો છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025