IPL
દરમિયાન BCCI તરફથી
કપ્તાનીનો પ્રસ્તાવ મળ્યો હતો
લંડન,
તા.18: ભારતીય ટીમના મુખ્ય ઝડપી બોલર જસપ્રિત બુમરાહે ટેસ્ટ ટીમની કપ્તાની મામલે પહેલીવાર
મૌન તોડયું છે. બુમરાહનું કહેવું છે કે આઇપીએલ દરમિયાન તેણે બીસીસીઆઇનો ટેસ્ટ કેપ્ટન
બનવાનો પ્રસ્તાવ ઠુકરાવ્યો હતો. બુમરાહે સ્પષ્ટતા કરી કે તે પોતાના કાર્યભારને લીધે
અને લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટ રમવા માટે કેપ્ટનશીપથી દૂર રહેવા માટે આ નિર્ણય લીધો
છે.
પાછલા
કેટલાક સમયથી બુમરાહ પીઠને ઇજાને લીધે વારંવાર ટીમ ઇન્ડિયાની અંદર-બહાર થતો રહે છે.
ઓસ્ટ્રેલિયા સામે તે પાંચે પાંચ ટેસ્ટ રમ્યો હતો, પણ પાંચમા ટેસ્ટમાં ફરી પીઠનું દર્દ
શરૂ થયું હતું. આ પછી તેણે ચેમ્પિયન્સ ટ્રોફી ગુમાવી હતી. હવે ઇંગ્લેન્ડ પ્રવાસમાં
તે પાંચમાંથી ત્રણ ટેસ્ટ મેચ રમવાનો છે. બુમરાહે કહ્યંy કે રોહિત અને વિરાટના સંન્યાસ
પહેલા આઇપીએલ દરમિયાન મારી બીસીસીઆઇ સાથે વાતચીત થઇ હતી ત્યારે મેં પાંચ ટેસ્ટની શ્રેણીમાં
મારા કાર્યભાર પર ચર્ચા કરી હતી. મેં જણાવી દીધું હતું કે મારી ભૂમિકા કપ્તાન તરીકે
ન જોશો કારણ કે હું તમામ પાંચ ટેસ્ટ રમીશ નહીં.
બુમરાહે
કહ્યંy બીસીસીઆઇ મને કપ્તાન તરીકે જોઇ રહ્યંy હતું. મારૂ માનવું હતું કે હું આ ભૂમિકા
માટે આદર્શ નથી કારણ કે ત્રણ ટેસ્ટમાં નેતૃત્વ કરો અને બાકીના મેચમાં બીજા કોઇને કપ્તાન
બનાવવો. જે ટીમ માટે ઉચિત ન હતું. હું ટીમને પ્રાથમિકતા દેવા માંગતો હતો. આથી કપ્તાનીનો
પ્રસ્તાવ ઠુકરાવી દીધો હતો. આ સાથે બુમરાહે એવી પણ સ્પષ્ટતા કરી કે તે આ પ્રવાસમાં
કેટલા ટેસ્ટ મેચ રમશે તેની કોઇ નિશ્ચિત યોજના બનાવી નથી. જરૂર પડયે કદાચ ચાર ટેસ્ટ
પણ રમી શકે છે.