મુંબઇ, તા.19: બીસીસીઆઇને આઇપીએલની જૂની ફ્રેંચાઇઝી કોચ્ચિ ટસ્કર્સ કેરળને પ39 કરોડ રૂપિયા ચૂકવવાનો બોમ્બે હાઇકોર્ટે આદેશ આપ્યો છે. બીસીસીઆઇએ 2011માં કોચ્ચિ ટસ્કર્સને બરખાસ્ત કરી હતી. ત્યારથી બન્ને પક્ષ તરફથી કાનૂની લડાઇ ચાલી રહી હતી. જેમાં હવે કોચ્ચિ ફ્રેંચાઇઝીની તરફેણમાં બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. આ મામલે હાઇકોર્ટે બીસીસીઆઇને અપીલ દાખલ કરવા માટે 6 સપ્તાહનો સમય આપ્યો છે.
બોમ્બે
હાઇકોર્ટે ભારતીય ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડને કોચ્ચિ ક્રિકેટ પ્રાઇવેટ લિમિટેડ (કેસીપીએલ)ને
38પ.પ0 કરોડ રૂપિયા અને રેંડેજવસ સ્પોર્ટસ વર્લ્ડ (આરએસડબ્લ્યૂ)ને 1પ3.34 કરોડ રૂપિયા
ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ફ્રેંચાઇઝીએ આઇપીએલમાં ફક્ત એક સીઝન (2011) જ રમી હતી અને
10 ટીમ વચ્ચે આઠમા નંબર પર રહી હતી.