લીડ્સ ટેસ્ટના પહેલા દિવસે ભારતનો સ્કોર 300 રનને પાર: સાઇ સુદર્શન ડેબ્યૂ મેચમાં ખાતું ખોલાવી શક્યો નહીં
નવી
દિલ્હી, તા. 20 : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઈ ચુકી છે. લીડ્સ
ટેસ્ટના પહેલા દિવસે ભારત તરફથી મક્કમ રમત બતાવવામાં આવી હતી. જેમાં યશસ્વી જયસ્વાલ
અને કેપ્ટન શુભમન ગિલે સદી કરીને ભારતનો સ્કોર 312 રનને પાર પહોંચાડી દીધો હતો.જયસ્વાલે
101 રન કર્યા હતા. જ્યારે શુભમન ગિલે ટેસ્ટ કેપ્ટન તરીકે નવી ઈનિંગની શરૂઆત શાનદાર
કરી હતી અને 140 બોલમાં 14 ચોગ્ગા ફટકારીને સદી પુરી કરી હતી.
યુવા
ઓપનર યશસ્વી જયસ્વાલે તેના 20મા ટેસ્ટમાં પાંચમી સદી ફટકારી હતી. ચાના સમય પહેલા જયસ્વાલે
તેની સદી 144 દડામાં 16 ચોક્કા અને 1 છક્કાથી પૂરી કરી હતી. આ ઉપરાંત કપ્તાન બનવા સાથે
શુભમન ગિલે અર્ધસદી કરી હતી. ચાના સમયે ભારતના 2 વિકેટે 21પ રન થયા હતા. જયસ્વાલ
100 અને કપ્તાન ગિલ પ8 રને રમતમાં હતા. બાદમાં જયસ્વાલ 159 બોલમાં 16 ચોગ્ગા અને એક
છગ્ગાની મદદથી 101 રન કરીને આઉટ થયો હતો.
આ
પહેલા ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટકોસે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી. જો કે શરૂઆતમાં
તેનો આ નિર્ણય સાચો સાબિત થયો ન હતો. કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલની ભારતીય ઓપનિંગ
જોડીએ ઈંગ્લેન્ડના બોલરોનો મકકમતાથી સામનો કર્યો હતો. લંચની ઠીક પહેલા ઇંગ્લેન્ડે વાપસી
કરી ઉપરાઉપરી બે ઓવરમાં કેએલ રાહુલ અને સાઇ સુદર્શનની વિકેટ લીધી હતી.
કેએલ
રાહુલ બાયડન કાર્સના લેગ સાઇડ બહાર જતાં બોલને છેડછાડ કરવાના ચક્કરમાં સ્લીપમાં જો
રૂટને કેચ આપી આઉટ થયો હતો. તેણે 78 દડામાં 8 ચોક્કાથી 42 રન કર્યા હતા. તેના અને યશસ્વી
જયસ્વાલ વચ્ચે પહેલી વિકેટમાં 24.પ ઓવરમાં 91 રનની શાનદાર ભાગીદારી થઇ હતી. આ પછી સાઇ
સુદર્શન ડેબ્યૂ મેચમાં ઝીરોમાં ઇંગ્લેન્ડના કપ્તાન બેન સ્ટકોસનો શિકાર બન્યો હતો. આમ
લંચ સમયે ભારતે 92 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી યશસ્વી અને કપ્તાન ગિલે બાજી
સંભાળી લીધી હતી.