પુજારાએ ટેસ્ટ કેપ એનાયત કરી કરૂણ નાયરનું 8 વર્ષ પછી પુનરાગમન
લીડસ
તા.20: ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની ભારતીય ઇલેવનમાં યુવા ડાબોડી બેટધર સાઇ સુદર્શનને
તક અપાઇ છે. તેણે ભારતની ટેસ્ટ ટીમમાં પદાર્પણ કર્યું છે. નંબર ત્રણ પર વર્ષો સુધી
ટીમ ઇન્ડિયા માટે બેટિંગ કરી દીવાલ બની રહેનાર ચેતેશ્વર પુજારાએ સાઇ સુદર્શનને ટેસ્ટ
કેપ એનાયત કરી હતી. તે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનારો 317મો ખેલાડી બન્યો છે. 23
વર્ષીય સાઇ સુદર્શને ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર દેખાવ પછી આઇપીએલ-202પ સીઝનમાં
700થી વધુ રન કરી ઓરેન્જ કેપ કબજે કરી હતી.
તામિલનાડુનો
સાઇ સુદર્શન ભારત તરફથી ત્રણ વન ડે અને એક ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી ચૂકયો છે. તેના
નામે 39 પ્રથમ શ્રેણી ક્રિકેટમાં 39.93ની સરેરાશથી કુલ 19પ7 રન છે. જેમાં સાત સદી સામેલ
છે.
આ
ઉપરાંત કરૂણ નાયરે ટીમ ઇન્ડિયામાં 8 વર્ષ પછી વાપસી કરી હતી. તે છેલ્લે 2017માં ઓસ્ટ્રેલિયા
વિરૂધ્ધ ધર્મશાલામાં ટેસ્ટ મેચ રમ્યો હતો. ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પણ લાંબા સમય
પછી ટેસ્ટ ઇલેવનમાં તક મળી હતી. તે છેલ્લે ડિસેમ્બર-2023માં ટેસ્ટ રમ્યો હતો.