શ્રીલંકાના પહેલા દાવમાં 485 : હસનની 5 વિકેટ
ગોલ
(શ્રીલંકા) તા.20: શ્રીલંકા અને બાંગલાદેશ
વચ્ચેની બે ટેસ્ટની શ્રેણીનો પ્રથમ ટેસ્ટ અનિર્ણિત રહેવાની સંભાવના વધુ છે. આજે ચોથા
દિવસની રમતના અંતે બાંગલાદેશના 3 વિકેટે 177 રન થયા હતા. આથી તે 187 રન આગળ થયું છે.
આ પહેલા આજે શ્રીલંકાનો પ્રથમ દાવ 48પ રને સમાપ્ત થયો હતો. આથી બાંગલાદેશને 10 રનની
નજીવી સરસાઇ મળી હતી. બાંગલાદેશના પ્રથમ દાવમાં 49પ રન થયા હતા.
બીજા
દાવમાં બાંગલાદેશ તરફથી ઓપનર શાદમાન ઇસ્લામ 126 દડામાં 7 ચોકકાથી 76 રન કરી આઉટ થયો
હતો. જયારે પહેલી ઈનિંગના સદીવીર કપ્તાન નઝમૂલ હસન શાંતો પ6 અને મુશફીકુર રહેમાન
22 રને નોટઆઉટ રહ્યા હતા. અનામુલ હક (4) અને મોમિનૂલ હક (14) નિષ્ફળ રહ્યા હતા.
આ
પહેલા આજે શ્રીલંકાનો પ્રથમ દાવ 131.2 ઓવરમાં 48પ રને સમાપ્ત થયો હતો. આજે કામિન્ડુ
મેન્ડિસ 148 દડામાં 8 ચોક્કા-1 છક્કાથી 87 રને મિલન રત્નાયકે 39 રને આઉટ થયા હતા. ગઇકાલે
લંકા તરફથી ઓપનર પથૂમ નિસંકાએ 187 રનની ઇનિંગ રમી હતી. બાંગલાદેશ તરફથી નઈમ હસને પ
અને હસન મહમૂદે 3 વિકેટ લીધી હતી.