મેલબોર્ન તા.20: ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના નવા રાઉન્ડની શરૂઆત વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની સિરીઝથી કરશે. કેરેબિયન ભૂમિ પર રમાનાર આ શ્રેણીના પહેલા ટેસ્ટની ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી સ્ટાર બેટર સ્ટીવન સ્મિથ અને અનુભવી મીડલ ઓર્ડર બેટર માનર્સ લાબુશેન બહાર થયા છે. સ્મિથને આફ્રિકા સામેના ફાઇનલ દરમિયાન ફિલ્ડીંગ કરતી વખતે આંગળીમાં ઇજા થઇ હતી જ્યારે લાબુશેનના તેના સતત નબળા દેખાવને લીધે વિશ્રામ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેણે આફ્રિકા સામેના ફાઇનલમાં 17 અને 22 રનની ઇનિંગ રમી હતી.
ઓસ્ટ્રેલિયાના
ચીફ સિલેક્ટર જોર્જ બેલીએ જાહેર કર્યું છે કે સ્મિથ અને લાબુશેનના સ્થાને સેમ કોનસ્ટાસ
અને જોશ ઇંગ્લીશનો સમાવેશ કરાયો છે. બેલીએ કહ્યંy લાબુશેન ટીમનો મહત્ત્વનો ખેલાડી છે.
તેનું હાલનું પ્રદર્શન અપેક્ષાકૃત રહ્યંy નથી.
વેસ્ટ
ઈન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણી રમાશે. જેનો પહેલો ટેસ્ટ 2પથી
30 જૂન દરમિયાન બ્રિજટાઉનમાં , બીજો ટેસ્ટ 3 જુલાઇથી અને ત્રીજો મેચ 13 જુલાઇથી રમાશે.
ઓસ્ટ્રેલિયા
ટીમ: પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, જોશ ઇંગ્લીશ, ઉસ્માન ખ્વાઝા, સેમ કોનસ્ટાસ, સ્કોટ
બોલેંડ, એલેકસ કેરી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, જોશ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, મેથ્યૂ કેહનેમન,
નાથન લિયોન, મિચેલ સ્ટાર્ક, બો વેબસ્ટર.