કાળા રંગના મોજા પહેરીને રમવા ઉતર્યો : નિયમોના ઉલ્લંઘન બદલ દંડની સંભાવના
લીડ્સ,
તા. 21 : ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય કેપ્ટન શુભમન ગિલની
શાનદાર ઈનિંગ જોવા મળી હતી. શુભમને કેપ્ટન તરીકેની પહેલી જ ટેસ્ટ ઈનિંગમાં સદી કરી
હતી. શુભમનની ટેસ્ટ કારકિર્દીની આ છઠ્ઠી સદી રહી હતી. પહેલા દિવસે રમત પૂરી થઈ ત્યારે
શુભમન ગિલ 127 રને ઉપકેપ્ટન ઋષભ પંત 65 રન કરીને નોટઆઉટ હતા. ભારતીય ટીમનો સ્કોર પણ
પહેલા દિવસના અંતે ત્રણ વિકેટના નુકસાને 359 રન થયો હતો.
શુભમન
ગિલની શાનદાર સદીની ચર્ચા તો રહી હતી સાથે ગિલ અન્ય એક મુદ્દે પણ ચર્ચામાં રહ્યો હતો.
હકીકતમાં મુકાબલાના પહેલા દિવસે ગિલ કાળા કલરના મોજા પહેરીને રમવા ઉતર્યો હતો. જે આઈસીસીના
નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. આઈસીસીના ક્લોથિંગ એન્ડ ઈક્વિપમેન્ટના ક્લોઝ 19.45
અનુસાર ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડી સફેદ, ક્રીમ કે હળવા રખાડો રંગના મોજા પહેરી શકે છે.
જો કે શુભમન ગિલ કાળા કલરના મોજા પહેરીને ઉતર્યો હતો. એમસીસસીની ભલામણ બાદ નિયમ મે
2023થી અમલમાં આવ્યો હતો.
હવે
મેચ રેફરી રિચી રિચર્ડસન ઉપર નિર્ભર છે કે તે શું નિર્ણય કરે છે. જો મેચ રેફરી માને
કે શુભમન ગિલે અપરાધ કર્યો છે તો પછી ભારતીય કેપ્ટનને દંડ થઈ શકે છે. જે 0થી 50 ટકા
સુધી હોય શકે છે. જો કે રેફરીને લાગે કે અજાણતા ભૂલ થઈ છે તો ગિલ દંડથી બચી શકે છે.
આઈસીસીના લેવલ-1 અપરાધ માટે 0-50 ટકા સુધીનો દંડ અને ડિમેરિટ્સ પોઈન્ટ મળે છે જ્યારે
લેવલ-2 અપરાધ માટે ખેલાડી ઉપર 50-100 ટકા દંડ અને પ્રતિબંધ જેવી કાર્યવાહી કરવામાં
આવે છે.