દુબઇ,
તા.2: આઇસીસીના નવા ટેસ્ટ ક્રમાંક જાહેર થયા છે. ગત સપ્તાહમાં ભારતીય બેટર ઋષભ પંત
ટેસ્ટ રમ્યો ન હતો. આમ છતાં તેને ફાયદો થયો છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સામેના ટેસ્ટની
બન્ને ઇનિંગમાં અર્ધસદી કરનાર કાંગારૂ બેટર ટ્રેવિસ હેડની ટોપ ટેનમાં એન્ટ્રી થઇ છે.
ઇંગ્લેન્ડનો જો રૂટ 889 રેટિંગ સાથે પહેલા અને હેરી બ્રુક 874 રેટિંગ પોઇન્ટ સાથે બીજા
સ્થાને યથાવત છે. કેન વિલિયમ્સન (867) ત્રીજા અને યશસ્વી જયસ્વાલ (8પ1) ચોથા નંબર પર
છે જ્યારે ઋષભ પંત એક ક્રમ ઉપર આવીને છઠ્ઠા સ્થાને છે. તેના ખાતામાં 810 રેટિંગ છે.
ઇંગ્લેન્ડનો બેન ડકેટ (787) આઠમા ક્રમે છે જ્યારે ટ્રેવિસ હેડ 7પ6 રેટિંગ સાથે 10મા
નંબર પર પહોંચી ગયો છે.