ઇંગ્લેન્ડ ટીમ પર સ્લો ઓવર રેટ મામલે દંડ
સાઉથમ્પટન,
તા.18: ભારતીય મહિલા ટીમની ઓપનિંગ બેટર પ્રતિકા રાવલ પર ઇંગ્લેન્ડ વિરૂધ્ધના પહેલા
વન ડે મેચ દરમિયાન આઇસીસી આચારસંહિતના ભંગ સબબ મેચ ફીનો 10 ટકાનો દંડ થયો છે. પ્રતિકા
રાવલે ઇનિંગની 18મી અને 19મી ઓવર દરમિયાન રન લેતી વખતે ઇંગ્લેન્ડ ટીમની ફિલ્ડર સાથે
શારીરિક અથાડમણ કરી હતી. 19મી ઓવરમાં આઉટ થયા પછી પ્રતિકાએ ઇંગ્લેન્ડની બોલર સોફી એકલસ્ટન
સાથે પણ સ્લેજિંગ કર્યું હતું. આથી મેચ રેફરીએ ભારતીય બેટર પ્રતિકા રાવલ પર 10 ટકા
મેચ ફીનો દંડ કર્યો છે અને એક ડિમેરીટ પોઇન્ટ તેના ખાતામાં જોડવામાં આવ્યો છે.
બીજી
તરફ ઇંગ્લેન્ડ મહિલા ટીમને સ્લો ઓવર રેટ મામલે દંડ થયો છે. ઇંગ્લેન્ડ ટીમ નિર્ધારિત
સમયમાં ઓવર પૂરી કરી શકી ન હતી. આથી ટીમની તમામ ખેલાડી પર મેચ ફીનો પાંચ ટકાનો દંડ
થયો છે.