બેકેનહમ, તા.18: લોર્ડ્સ ટેસ્ટની હાર પછી ટીમ ઇન્ડિયા હાલ ચોથા ટેસ્ટની તૈયારીમાં વ્યસ્ત છે. માંચેસ્ટરમાં ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે બુધવારથી ટક્કર થશે. ટીમ ઇન્ડિયા આવતીકાલ ગુરુવારે માંચેસ્ટર પહોંચવાની છે. એ પહેલા એક કલાકની બસ મુસાફરી કરીને બેકેનહમ પહોંચી છે અને કેંટ કાઉન્ટિ ગ્રાઉન્ડ પર પ્રેકટીસ કરી રહી છે. આ ગ્રાઉન્ડના ભારતીય ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓનો મૂડ હળવો કરવા માટે ટીમ મેનેજમેન્ટ તરફથી હનુમાન ચાલીસાના પાઠ વગાડવામાં આવ્યા હતા. આ પછી ઇંગ્લીશ પોપ અને પંજાબી ગીત વગાડવામાં આવ્યા હતા.
કેએલ
રાહુલ સિવાય તમામ ખેલાડી બેકેનહમ પહોંચી ગયા છે. રાહુલને ત્રણ દિવસની છૂટ્ટી મળી છે.
તે લગભગ પરિવાર સાથે લંડનમાં છે અને શનિવારે સીધો માંચેસ્ટર પહોંચી ટીમ સાથે જોડાશે.
અભ્યાસ સત્ર દરમિયાન બુમરાહ અને પંતે ફકત વોર્મ અપ કર્યું હતું.
આ બન્નેનું
ચોથા ટેસ્ટમાં રમવું નિશ્ચિત નથી. પંતને આંગળીમાં ઇજા છે અને બુમરાહને ફિટનેસ સમસ્યા
છે. બેટિંગ કોચ સિતાંશુ કોટક નેટમાં કપ્તાન શુભમન ગિલ સાથે વ્યસ્ત જોવા મળ્યા હતા.
અર્શદીપને
ડાબા હાથની આંગળીમાં ઇજા
અભ્યાસ
સત્ર દરમિયાન ભારતીય ઝડપી બોલર અર્શદીપને આંગળીમાં ઇજા થઇ હતી. આથી તેણે દર્દ સાથે
મેદાન છોડયું હતું. બાદમાં તે મેદાનમાં આવ્યો ત્યારે ડાબા હાથની આંગળીમાં પીટ્ટી બાંધેલી
હતી. આથી તે બોલિંગ કરી શક્યો ન હતો. અર્શદીપની ઇજા વિશે સહાયક કોચ ટેન ડેશકાટેએ જણાવ્યું
કે સાઇ સુદર્શનનો શોટ રોકતી વખતે તેને ડાબા હાથની આંગળીમાં ઇજા થઇ છે અને ટાંકા લેવા
પડશે કે નહીં તે પછી સ્થિતિ સ્પષ્ટ થશે. તે માંચેસ્ટર ટેસ્ટની અમારી યોજનાનો હિસ્સો