ચાર વિકેટ લેતા જ સર્વાધિક વિકેટમાં ડેનિસ લિલીથી આગળ નિકળી જશે
નવી
દિલ્હી, તા. 19 : ભારતીય ટીમનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં
માત્ર ત્રણ મેચ રમતો જોવા મળશે. તેણે પહેલો અને ત્રીજો મેચ રમ્યો છે. હવે ચોથા અને
પાંચમા મેચમાંથી એકમાં રમશે. વર્ક લોડ મેનેજ કરવા માટે ટીમ મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય
લેવાયો છે. બે ટેસટ મેચમાં 12 વિકેટ લઈને બુમરાહ વર્તમાન શ્રેણીમાં ભારતનો બીજો સૌથી
વધુ વિકેટ લેનારો બોલર બન્યો છે. તેની આગળ મોહમ્મદ સિરાજ છે. જેણે 13 વિકેટ લીધી છે.
જસપ્રીત બુમરાહ પાસે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ મામલે ડેનિસ લીલી અને
મોહમ્મદ શમીને પાછળ છોડવાની તક છે.
જસપ્રીત
બુમરાહને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સર્વાધિક વિકેટ લેનારા બોલરોની યાદીમાં લિલીને પાછળ
છોડવા માત્ર ચાર વિકેટની જરૂર છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન બોલર ડેનિસ લિલીએ 133 મેચમાં
458 વિકેટ લીધી છે. લિલીએ ટેસ્ટમાં 355 અને વનડેમાં 103 વિકેટ લીધી છે. બુમરાહે આંતરરાષ્ટ્રીય
ક્રિકેટમાં 455 વિકેટ લીધી છે. આ ઉપરાંત મોહમ્મદ શમીના નામે 197 મેચમાં 462 વિકેટ છે.શ્રીલંકાનો
મુથૈયા મુરલીધરન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ લેનારા બોલરોની યાદીમાં
ટોચ ઉપર છે. તેણે 1347 વિકેટ લીધી છે. મુરલીધરને ટેસ્ટમાં 800 વિકેટ નામે કરી છે.