ઝડપી
બોલર એટકિંસન, ઓવર્ટન અને ટંગ સામેલ
લંડન,
તા.30: ઇંગ્લેન્ડનો કેપ્ટન બેન સ્ટોકસ ભારત સામેના પાંચમા ટેસ્ટની બહાર થઇ ગયો છે.
આથી વનડાનઉ બેટર ઓલિ પોપ ઇંગ્લેન્ડ ટીમની કપ્તાની કરશે. ઇજાગ્રસ્ત સ્ટોકસ સહિત ઇંગ્લેન્ડે
અંતિમ ટેસ્ટની ઇલેવનમાં ચાર ફેરફાર કર્યાં છે. ગસ એટકિંસન, જેમી ઓવર્ટન અને જોશ ટંગ
ઇલેવનમાં ઝડપી બોલિંગ આક્રમણમાં સામેલ છે જ્યારે કપ્તાન સ્ટોકસના સ્થાને ઓલરાઉન્ડર
જેકબ બેથેલને ટીમમાં સામેલ કરાયો છે. બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર અને સ્પિનર લિયામ
ડોસનને રેસ્ટ અપાયો છે.
કપ્તાન
સ્ટોકસે માંચેસ્ટર ટેસ્ટમાં 141 રનની ઇનિંગ રમી હતી અને પ અને 1 વિકેટ લીધી હતી. આથી
તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેને માંચેસ્ટર ટેસ્ટના ત્રીજા દિવસથી સ્નાયૂ ખેંચાઇ
જવાની સમસ્યા શરૂ થઇ હતી. આ પછી તેણે આખરી દિવસે 11 ઓવર ફેંકીને રાહુલની વિકેટ લીધી
હતી.
આગામી
એશિઝ સિરીઝને ધ્યાને રાખીને ઇંગ્લેન્ડે તેના ત્રણ ઝડપી બોલરને વિશ્રામ આપવાનો નિર્ણય
લીધો હોવાના રિપોર્ટ છે. ઓલિ પોપ અગાઉ સ્ટોકસની અનુપસ્થિતિમાં ઈંગ્લેન્ડનું કપ્તાનપદ
સંભાળી ચૂકયો છે. માંચેસ્ટર ટેસ્ટમાં તેણે શાનદાર દેખાવ કર્યોં હતો.
ઇંગ્લેન્ડ
ઇલેવન: જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલિ પોપ (કેપ્ટન), જો રૂટ, હેરી બ્રુક, જેકેબ બેથેલ,
જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોકસ, ગસ એટકિંસન, જેમી ઓવર્ટન અને જોશ ટંગ.