ફિટનેસ
અને વર્કલોડને ધ્યાને રાખી બુમરાહને ઓવલ ટેસ્ટમાં રેસ્ટ
લંડન,
તા.30: ઇંગ્લેન્ડના પાંચમા અને આખરી ટેસ્ટ અગાઉ ટીમ ઇન્ડિયાને મોટો ફટકો પડયો છે. સ્ટાર
ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઓવલ ટેસ્ટની બહાર થયો છે. તેની ફિટનેસ અને વર્કલોડને નિયંત્રિત
કરવા માટે આ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા વિકેટકીપર ઋષભ પંત પણ બહાર
થઇ ગયો હતો. આથી ટીમ ઇન્ડિયા પાંચમા ટેસ્ટમાં તેના આ બે અનભુવી ખેલાડી વિના મેદાનમાં
ઉતરશે.
રિપોર્ટ
અનુસાર મેડિકલ ટીમના રિપોર્ટ બાદ અને વર્કલોડને ધ્યાને રાખીને ભારતીય ટીમ મેનજમેન્ટે
બુમરાહને ઓવલ ટેસ્ટમાં રેસ્ટ આપવાનો નિર્ણય લીધો છે. સિરીઝ અગાઉ મુખ્ય પસંદગીકાર અજીત
અગરકર કહી ચૂકયા હતા કે બુમરાહ ત્રણ ટેસ્ટનો હિસ્સો બનશે. આથી 14 વિકેટ સાથે બુમરાહે
આ શ્રેણીનું સમાપન કર્યું છે.
બુમરાહના
સ્થાને ભારતીય ઇલેવનમાં આકાશદીપની વાપસી થશે. તે હવે ફિટ છે. ઇજાને લીધે તે ચોથા ટેસ્ટની
બહાર થયો હતો. જ્યારે અંશુલ કમ્બોજના સ્થાને અર્શદીપને લગભગ તક મળશે.