• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

લિજેંડસ લીગમાં પાકિસ્તાન સામેના સેમિ ફાઇનલનો ભારતે બહિષ્કાર કર્યો

ભારતીય ખેલાડીઓ તેમના નિર્ણય પર અડગ

બર્મિંગહામ, તા.30: વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેંડસ (નિવૃત્ત ખેલાડીઓની ટી-20 લીગ)-202પનો પ્રથમ સેમિ ફાઇનલ મુકાબલો ભારત-પાકિસ્તાન ટીમ વચ્ચે ગુરૂવારે અહીં રમવાનો હતો. એ પહેલા ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન સામે સેમિ ફાઇનલ મેચ રમવાની સાફ ના પાડી દીધી છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે મંગળવારે યુવરાજસિંઘની કપ્તાની હેઠળની ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડિઝને પ વિકેટે હાર આપી સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી. આ લીગના ગ્રુપ સ્ટેજના મેચમાં પણ ભારતે પાકિસ્તાન સામે રમવાની ના પાડી દીધી હતી. આથી ત્યારે બન્ને ટીમને 1-1 પોઇન્ટ અપાયો હતો.

આથી ભારતીય ટીમની  સેમિ ફાઇનલમાં ગુરૂવારે પાકિસ્તાન સામે ટક્કર થવાની હતી. આ મેચ અગાઉ શિખર ધવન, ઇરફાન પઠાણ, હરભજન સિંઘ, કપ્તાન યુવરાજસિંઘ અને સુરેશ રૈના સહિતના અન્ય ભારતીય ખેલાડીઓએ પાક. સામેનો સેમિ ફાઇનલ મેચનો બહિષ્કાર જાહેર કર્યો હતો. આ લીગનો બીજો સેમિ ફાઇનલ દ. આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાવાનો છે. જે પણ ગુરુવારે જ રમાવાનો છે.  ભારતીય ટીમના બહિષ્કારના એલાન પછી  લીગના આયોજકો સેમિ ફાઇનલ પર હજુ સુધી કોઇ નિર્ણય લીધો નથી.

પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદુર અંતર્ગત પાક.ના આતંકી કેમ્પો પર હુમલો કરી નેસ્તનાબૂદ કર્યાં હતા. ભારતે પાકિસ્તાન સાથેના તમામ સંબંધ કાપી નાખ્યા છે.

ઇ-પેપરના નવા શુલ્ક