• મંગળવાર, 17 ફેબ્રુઆરી, 2026

ઓવલ ટેસ્ટમાં ભારત ભીંસમા ં: અરધી ટીમ પેવેલિયન ભેગી કપ્તાન ગિલનું રનઆઉટ થવું ભારતને ભારે પડયું

એક શ્રેણીમાં સૌથી વધુ રનનો ગિલની ટીમનો રેકોર્ડ

લંડન તા.31: વરસાદના વિઘ્ન વચ્ચે શરૂ થયેલા પાંચમા અને નિર્ણાયક ટેસ્ટમાં ભારતીય ટીમ ભીંસમાં મુકાઇ હતી. પહેલા દિવસની રમતની આખરી કલાકમાં ભારતના પ વિકેટે 141 રન થયા હતા. કપ્તાન શુભમન ગિલ (21)નું રનઆઉટ થવું ટર્નિંગ પોઇન્ટ બની રહ્યો હતો. સાઇ સુદર્શને 108 દડામાં 6 ચોક્કાથી 38 રનની ઇનિંગ રમી હતી. યશસ્વી (2), રાહુલ (14), રવીન્દ્ર (9) નિષ્ફળ રહ્યા હતા. નાયર 18 અને જુરેલ 11 રને રમતમાં હતા. ઇંગ્લેન્ડ તરફથી જોશ ટંગને બે વિકેટ મળી હતી. આજે એક શ્રેણીમાં ભારતીય ટીમે પોતાના જૂનો કુલ 3270 રનનો રેકોર્ડ તોડયો હતો.

અગાઉ ઇંગ્લેન્ડના ઇનચાર્જ કેપ્ટન ઓલિ પોપે ઓવલની ઘાસવાળી પિચ પર બોલિંગ પસંદ કરી હતી. ભારતીય કપ્તાન શુભમન ગિલે શ્રેણીના તમામ પાંચેય મેચમાં ટોસ ગુમાવ્યો હતો. ભારતે ઇનિંગની ચોથી ઓવરમાં જ ઇનફોર્મ ઓપનર યશસ્વી જયસ્વાલ (2)ની વિકેટ ગુમાવી હતી. તેને ગસ એટકિંસને એલબીડબ્લ્યૂ આઉટ કર્યોં હતો. અમ્પાયરે નોટઆઉટ જાહેર કર્યોં હતો, આ પછી ડીઆરએસમાં જયસ્વાલ આઉટ જાહેર થયો હતો.

કેએલ રાહુલ ક્રિઝ પર સેટ થયો હતો પણ બહાર જતા દડાને ટચ કરવા જતાં તેણે વિકેટ ગુમાવી હતી. બોલ તેના બેટને અડીને સ્ટમ્પમાં ગયો હતો. રાહુલે 40 દડામાં 14 રન કર્યાં હતા. તેની વિકેટ વોકસને મળી હતી. વરસાદને લીધે લંચ વહેલો જાહેર કરાયો હતો.

લંચ પછી ભારતને મોટો ફટકો પડયો હતો. કપ્તાન ગિલ સારા ફોર્મમાં રમી રહ્યો હતો ત્યારે જ તે ભુલ કરી બેઠો હતો. ફોલો થ્રુમાં બોલ હોવા છતાં તે રન માટે દોડયો હતો અને બોલર એટકિંસને સીધો થ્રો કરી રન આઉટ કર્યોં હતો. ગિલે 3પ દડામાં 4 ચોકકાથી 21 રનની ઇનિંગ રમી હતી. ભારતના 29 ઓવરમાં 3 વિકેટે 8પ રન થયા હતા. ત્યારે ફરી વરસાદને લીધે રમત અટકી ગઇ હતી. આથી ટી ટાઇમ જાહેર કરી દેવામાં આવ્યો હતો.

 

ઇ-પેપરના નવા શુલ્ક