ગાવસ્કરનો ચાર દશક જૂનો વિક્રમ ધ્વંશ : મહાન સોર્બસથી પણ આગળ
લંડન,
તા.31: ભારતીય કપ્તાન પાંચમા ટેસ્ટના આજે પહેલા દિવસે લંચ બાદ ખુદની ભૂલને લીધે કમનસીબપણે
રન આઉટ થયો હતો. તેણે 3પ દડામાં 21 રનની ટૂંકી ઇનિંગ રમી હતી. જો કે આ દરમિયાન શુભમન
ગિલે બે મોટા રેકોર્ડ તોડયા હતા. તે મહાન સુનિલ ગાવસ્કર અને ગેરી સોબર્સથી આગળ થયો
હતો.
શુભમન
ગિલ એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ રન કરનારો ભારતીય કેપ્ટન બની ગયો છે. ગાવસ્કરે
1978/79માં હોમ સિરીઝમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 732 રન કર્યાં હતા. ગિલના નામે હવે આજની
21 રનની ઇનિંગથી ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં કુલ 743 રન થયા છે. તેની પાસે હવે વર્તમાન શ્રેણીમાં એક
ઇનિંગ બચી છે.
આ
ઉપરાંત ગિલ સેના દેશ (દ. આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા)માં સૌથી વધુ
રન કરનારો વિદેશી કેપ્ટન બની ગયો છે. ગેરી સોબર્સે 1966માં ઇંગ્લેન્ડ સામે પ ટેસ્ટની
શ્રેણીમાં 722 રન કર્યાં હતા.