લાચાર પાક. કપ્તાન અફ્રિદીનો વીડિયો વાઇરલ
બર્મિંગહામ,
તા.31: વેટરન લીગ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લીજેન્ડસ (ડબ્લ્યૂસીએલ)-202પનો સેમિ ફાઇનલ
મેચ ભારતીય ટીમના બહિષ્કારને લીધે આખરે રદ થયો હતો. આથી પાકિસ્તાન ટીમ ફાઇનલમાં પહોંચી
હતી. પહલગામ હુમલા બાદથી ભારત દરેક ક્ષેત્રમાં પાકિસ્તાનનો બહિષ્કાર કરી રહ્યંy છે.
ભારતના નિવૃત્ત ક્રિકેટરોએ દેશદાઝ બતાવીને પાક. સામેનો સેમિ ફાઇનલ રમવાની ઘસીને ના
પાડી દીધી હતી. આથી આયોજકોને મેચ રદ કરવાની ફરજ પડી હતી. નિવૃત્ત ખેલાડીઓની આ લીગમાં
ભારતીય ટીમનો કેપ્ટન યુવરાજસિંઘ હતો. રોબિન લીગ રાઉન્ડનો મેચ પણ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ
રમ્યો ન હતો. પાક. કપ્તાન શાહિદ અફ્રિદીએ શેખી કરી હતી કે સેમિ ફાઇનલમાંથી ભારતીય ટીમ
હટવાની હિંમત કરશે નહીં, પણ ભારતીય ખેલાડીઓએ દેશને ટ્રોફીથી ઉપર રાખી સેમિ ફાઇનલ છોડવાનો
દેશદાઝભર્યો નિર્ણય લીધો હતો. ભારતીય ખેલાડીઓ જ્યારે મેદાન છોડી રહ્યા હતા ત્યારે અફ્રિદી
પેવેલિયનની બાલ્કનીમાં ઉભો રહી લાચાર સ્થિતિમાં નજરે પડી રહ્યો હતો. જેનો વીડિયો અને
ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.