આ વખતે ભારતીય ટીમમાં સૌથી વધુ ભાલા ફેંક ખેલાડી
નવી
દિલ્હી, તા.1: આવતા મહિને ટોક્યોમાં આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતનું
પ્રતિનિધત્વ કરનાર 16 ખેલાડીની ટીમ જાહેર થઇ છે. આ વખતે ભાલા ફેંક સ્પર્ધામાં સ્ટાર
નિરજ ચોપરા સહિત ભારતના ચાર ખેલાડી ભાગ લેશે. જે દેશની એક ઐતિહાસિક ઉપલબ્ધિ છે. ભારતીય
ભાલા ફેંક દળમાં બે વખતનો ઓલિમ્પિક મેડલિસ્ટ નિરજ ચોપરા, સચિન યાદવ, યશવીર સિંહ અને
રોહિત યાદવ સામેલ છે.
13થી
21 સપ્ટેમ્બર દરમિયાન આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ નિરજ ચોપરા ગત ચેમ્પિયન
હોવાથી તેને સીધો પ્રવેશ મળ્યો છે. જયારે ભારતના અન્ય ત્રણ ભાલા ફેંક ખેલાડીએ ક્વોલીફાઇ
માર્ક કલીયર કર્યાં છે. ભારતની 19 ખેલાડીની ટીમમાં પાંચ મહિલા એથ્લેટ છે. જેમાં પારૂલ
ચૌધરી અને અંકિતા ધ્યાની (3000 મીટર સ્ટીપલચેઝ), અન્નૂ રાની (ભાલા ફેંક), પ્રિયંકા
ગોસ્વામી (3પ કિમી ચાલ સ્પર્ધા) અને પૂજાકુમારી (800 અને 1પ00 મીટર). લાંબી કુદમાં
મુરલી શ્રીશંકર પાસેથી ભારતને સારા દેખાવની આશા છે.