• શનિવાર, 14 માર્ચ, 2026

ટેસ્ટ અને વન ડે પર ફોકસ કરવા સ્ટાર્ક T-20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્ત

બ્રિસબેન, તા.2: ઓસ્ટ્રેલિયાના અનુભવી ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે ટેસ્ટ અને વન ડે ફોર્મેટ પર ફોકસ કરવા માટે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી આજે નિવૃત્તિ જાહેર કરી છે. ન્યુઝીલેન્ડ વિરુદ્ધ તા. 1 ઓક્ટોબરથી શરૂ થતી ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાની ટીમમાં મિચેલ સ્ટાર્કનું નામ નથી. ટેસ્ટ કપ્તાન પેટ કમિન્સને પણ રેસ્ટ અપાયો છે.

3પ વર્ષીય સ્ટાર્કે ટી-20 ક્રિકેટમાં 6પ મેચમાં 79 વિકેટ લીધી છે. આ ફોર્મેટમાં તેનો સર્વશ્રેષ્ઠ દેખાવ 20 રનમાં 4 વિકેટ છે. જે તેણે 2022માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ કર્યો હતો. આવતા બે વર્ષના વ્યસ્ત કાર્યક્રમને ધ્યાને રાખીને તેણે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કરવાનો નિર્ણય લીધો છે. સ્ટાર્ક આગામી એશિઝ સિરીઝ દરમિયાન પૂરી રીતે ફિટ રહેવા માગે છે.

ટી-20 વર્લ્ડ કપ 2026માં રમાવાનો છે. એ પહેલા સ્ટાર્કની આ ફોર્મેટમાં નિવૃત્તિ લેવી ઓસ્ટ્રેલિયા માટે મોટો ફટકો બની રહેશે. તે 2021ની ટી-20 વિશ્વ કપ વિજેતા ઓસ્ટ્રેલિયા ટીમનો હિસ્સો હતો. ઓસ્ટ્રેલિયાની પસંદગી સમિતિના વડા જોર્જ બેલીએ કહ્યંy છે કે સ્ટાર્કની ટી-20 કેરિયર પર અમને ગર્વ છે. સારી વાત એ છે કે તે ટેસ્ટ અને વન ડેમાં રમવાનું ચાલુ રાખશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક