દુબઇ તા.9: ભારત-પાકિસ્તાન વચ્ચેના હાલના રાજકીય તનાવભર્યાં સંબંધની અસર એશિયા કપ પ્રારંભ પહેલાની તમામ કપ્તાનની સંયુકત પત્રકાર પરિષદમાં પણ જોવા મળી હતી. ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવ પત્રકાર પરિષદમાં છવાઇ ગયો હતો. મીડિયાએ મોટાભાગે તેને જ સવાલો કર્યાં હતા. ફોટો સેશન દરમિયાન સૂર્યકુમાર યાદવે પાક. કપ્તાન સલમાન આગા સાથે હાથ મિલાવ્યો ન હતો. જયારે અફઘાનિસ્તાનના કપ્તાન રાશિદ ખાન સાથે સૂર્યકુમારની સારી મિત્રતા જોવા મળી હતી. બન્ને કપ્તાન એક-બીજાના ખભા પર હાથ રાખી હળવી મજાક-મસ્તી કરતા જોવા મળ્યા હતા.
છોભીલો
પડી ગયેલ પાકિસ્તાની કપ્તાન સલમાન આગા જલ્દીથી મંચ છોડી ચાલ્યો ગયો હતો. અન્ય ટીમના
કપ્તાનોએ પણ તેની સાથે બહુ વાતો કરી ન હતી જ્યારે ભારતીય સુકાની સૂર્યકુમારને ઘેરી
વળ્યા હતા. જો કે સૂર્યકુમારે પીસીબીના ચેરમેન મોહસિન નકવી સાથે હાથ મિલાવ્યો હતો.
તેઓ હાલ એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન પણ છે.