દુબઇ તા.9: એશિયા કપના પ્રારંભિક મેચમાં બિન અનુભવી ટીમ હોંગકોંગ વિરૂધ્ધ અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટે 188 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. ધીમી શરૂઆત બાદ અફઘાનિસ્તાને આખરી પ ઓવરમાં 78 રનને ઉમેરો કર્યોં હતો.
અફઘાનિસ્તાન
તરફથી ઓપનર સેદિકુલ્લાહ અટલે પ2 દડામાં 6 ચોક્કા અને 3 છક્કાથી અણનમ 73 રનની એન્કર
ઇનિંગ રમી હતી. જયારે ઓલરાઉન્ડર અઝમતુલ્લાહ ઓમરઝાઇએ 21 દડામાં 2 ચોક્કા અને પ છક્કાથી
પ3 રનની આતશી ઇનિંગ રમી હતી. આ બન્ને વચ્ચે પાંચમી વિકેટમાં 3પ દડામાં 82 રનની ઝડપી
ભાગીદારી થઇ હતી. આ સિવાય મોહમ્મદ નબીએ 26 દડામાં 33 રનનું યોગદાન આપ્યું હતું. ગુરબાજ
(8), ઝારદાન (1) અને નઇબ (પ) નિષ્ફળ રહ્યા હતા. હોંગકોંગ તરફથી આયુષ શુકલાએ પ4 રનમાં
2 અને કિચિંત શાહે 24 રનમાં 2 વિકેટ લીધી હતી.