• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

એશિયા કપમાં ભારતનો 9 વિકેટે મહાવિજય: 57 રનમાં UaE ઢેર

કુલદીપની 4, શિવમની 3 વિકેટ: અભિષેકના આતશી 30 રન

ભારતે 93 દડા બાકી રાખી 4.3 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું

દુબઇ તા.10: એશિયા કપમાં યૂએઇ વિરૂધ્ધના મેચમાં ભારતનો 9 વિકેટે મહાવિજય થયો હતો. પ8 રનનો મામૂલી વિજય લક્ષ્યાંક 93 દડા બાકી રાખીને ફકત 4.3 ઓવરમાં 1 વિકેટે 60 રન કરીને હાંસલ કરી લીધો હતો. પ્લેયર ઓફ ધ મેચ કુલદીપ યાદવે 7 રનમાં 4 વિકેટ લીધી હતી. અભિષેક શર્મા 16 દડામાં 2 ચોક્કા-3 છક્કાથી 30 રન કરી આઉટ થયો હતો. શુભમન ગિલ 9 દડામાં 2 ચોક્કા-1 છક્કાથી 20 રને અને કપ્તાન સૂર્યકુમાર 2 દડામાં 1 છક્કાથી 7 રને નોટઆઉટ રહ્યા હતા. ભારતીય ટીમ હવે રવિવારે પાકિસ્તાન સામે રમશે.

આ પહેલા ચાઇનામેન સ્પિનર કુલદિપ યાદવની સ્પિન જાળ (4 વિકેટ) અને મીડીયમ પેસર શિવમ દૂબેની સચોટ બોલિંગ (3 વિકેટ) સામે બિન અનુભવી યૂએઇ ટીમ 13.1 ઓવરમાં પ7 રનમાં ઢેર થઇ હતી. યૂએઇ તરફથી બન્ને ઓપનર આલીશાન શરાફુ (22) અને કપ્તાન મુહમ્મદ વસીમ ( 19) બે આંકડે પહોંચી શકયા હતા. બાકીના તમામ બેટર સિંગલ ફીગરમાં આઉટ થયા હતા. કુલદીપે 7 રનમાં 4 અને દૂબેએ 4 રનમાં 3 વિકેટ લીધી હતી. કુલદીપને એક ઓવરમાં 3 વિકેટ મળી હતી. બુમરાહ, અક્ષર અને વરૂણને 1-1 વિકેટ મળી હતી.

ભારતીય ઇલેવનમાં અર્શદીપ અને રિંકુ સિંહ ઉપરાંત જિતેશ શર્માને તક મળી ન હતી.

ઇ-પેપરના નવા શુલ્ક