• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

મહિલા એશિયા કપ હોકીના સુપર-4માં

કોરિયા સામે ભારતનો 4-2થી વિજય

ગ્વાંગ્ઝૂ (ચીન), તા.10: મહિલા એશિયા કપ હોકી ટૂર્નામેન્ટના સુપર-ફોર રાઉન્ડમાં ભારતીય ટીમનો મજબૂત દ. કોરિયા ટીમ વિરુદ્ધ 4-2 ગોલથી લડાયક વિજય થયો હતો અને ફાઇનલ ભણી આગેકૂચ કરી હતી. ભારતીય મહિલા ટીમ તરફથી કોરિયા સામેના આજના મેચમાં ભારત તરફથી વૈષ્ણવી ફલકે, સંગીતાકુમારી, લાલરેમ્સિયામી અને ઋતુજા પિસલે ગોલ કર્યાં હતા. સંગીતા કુમારી પ્લેયર ઓફ ધ મેચ જાહેર થઇ

હતી.

મહિલા એશિયા કપમાં અત્યાર સુધી અપરાજિત રહેનાર ભારતીય ટીમે કોરિયા સામે શરૂઆતથી જ આક્રમક રમતની રણનીતિ અપનાવી હતી. ભારતીય ટીમ સુપર ફોર રાઉન્ડમાં હવે ચીન અને જાપાન સામે ટકરાશે. 

ઇ-પેપરના નવા શુલ્ક