• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

એશિયા કપની પત્રકાર પરિષદમાં ભારત પર પરમાણુ હુમલાની ગીધડ ધમકી દેનાર

નકવી સાથે સૂર્યકુમારે હાથ મિલાવતા વિવાદ

નવી દિલ્હી તા.10: એશિયા કપના પ્રારંભ સાથે વિવાદ શરૂ થયો છે. એશિયા કપના પ્રારંભે તમામ કપ્તાનની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં પીસીબી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ મોહસિન નકવી પણ ઉપસ્થિત હતા. તેમણે પહેલગામ આતંકી હુમલા પછીની યુદ્ધની સ્થિતિમાં ભારત પર પરમાણુ મિસાઇલ દાગવાની ગીધડ ધમકી આપી હતી. આ મોહસીન નકવી પાકિસ્તાનના ગૃહ મંત્રી છે અને તેની સાથે ભારતીય ટીમના કપ્તાન સૂર્યકુમાર યાદવે હાથ મીલાવ્યો હતો. આથી ભારતના લોકો અને કેટલાક પૂર્વ ક્રિકેટરો નારાજ થયા છે. રિપોર્ટમાં એવો દાવો કરાયો હતો કે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ભારતીય કપ્તાન સૂર્યકુમારે પાક. કપ્તાન સલમાન આગા સાથે હાથ મીલાવ્યો ન હતો, પણ હવે એક નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં કાર્યક્રમના અંતે સલમાન આગા ભારતીય સુકાની સૂર્યકુમાર સાથે હાથ મીલવવાનો પ્રયાસ કરે છે. આ પછી બન્ને વચ્ચે હસ્તધનૂન થાય છે કે નહીં તે સ્પષ્ટ થતું નથી.

આ મામલે હવે વિવાદ થયો છે. સેવા નિવૃત્ત મેજર શૌર્યચક્ર સન્માનિત પવનકુમારે કહ્યંy છે કે પાકિસ્તાને આપણા નિર્દોષ લોકોની હત્યા કરી હતી. મોહસીન નકવીએ પરમાણુ હુમલાની ધમકી આપી હતી. આવા નાપાક આતંકીઓ સાથે હાથ મિલાવવો જોઇએ નહીં. તેમણે એશિયા કપમાં પાકિસ્તાન સામેના મેચનો બહિષ્કાર કરવાની પણ ભારતીય ખેલાડીઓને અપીલ કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક