હોંગકોંગ,
તા.10: હોંગકોંગ ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટના પ્રારંભ સાથે ભારતને આંચકો લાગ્યો છે.
બે વખતની ઓલિમ્પિક ચંદ્રક વિજેતા પીવી સિંધુ પહેલા રાઉન્ડમાં જ હારીને બહાર થઇ છે.
ડેનમાર્કની બિન ક્રમાંકિત ખેલાડી લાઇન ક્રિસ્ટોફર સામે પીવી સિંધુની 21-1પ, 16-21 અને
19-21થી આંચકારૂપ હાર થઇ છે. ક્રિસ્ટલફર વિરુદ્ધ 6 મેચમાં સિંધુની આ પહેલી હાર છે.
મિકસ્ડ ડબલ્સમાં ભારતના ધ્રુવ કપિલા અને તનિષા ક્રેસ્ટો પણ પહેલા રાઉન્ડમાં હારીને
બહાર થયા હતા.
જો
કે મેન્સ સિંગલ્સમાં એચએસ પ્રણય અને લક્ષ્ય સેન બીજા રાઉન્ડમાં પહોંચ્યા છે. પ્રણયનો
પહેલા રાઉન્ડમાં ચીનના 14મા ક્રમના ખેલાડી લુ ગ્વાંગ જૂ સામે 21-17 અને 21-14થી વિજય
થયો હતો જ્યારે લક્ષ્ય સેને પહેલા રાઉન્ડમાં ચીની તાઇપેના ખેલાડી વાંગ સામે 22-20,
16-21 અને 21-1પથી જીત મેળવી હતી.