આયુષ શેટ્ટીની સફર સમાપ્ત
હોંગકોંગ
તા.12: ગત સપ્તાહે વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં કાંસ્ય ચંદ્રક જીતનાર ભારતીય જોડી
સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટી ઉપરાંત યુવા શટલર લક્ષ્ય સેન હોંગકોંગ ઓપન સુપર-પ00
બેડમિન્ટન ટૂર્નામેન્ટના સેમિ ફાઇનલમાં પહોંચ્યા છે.
સાત્વિક-ચિરાગની
જોડીએ કવાર્ટર ફાઇનલમાં એક કલાકથી વધુની રસપ્રદ ટક્કર પછી મલેશિયાના જુનાઇદી આરિફ અને
રોય કિંગ યાપને 21-14, 20-22 અને 21-16થી હાર આપી સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
જયારે
મેન્સ સિંગલ્સના કવાર્ટર ફાઇનલ મુકાબલામાં ભારતના ટોચના ખેલાડી લક્ષ્ય સેનનો હમવતન
ખેલાડી આયુષ શેટ્ટી વિરૂધ્ધ 21-16 અને 17-21 અને 21-13થી રોમાંચક વિજય થયો હતો અને
સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યોં હતો. યુવા ખેલાડી આયુષ શેટ્ટીએ અનુભવી લક્ષ્ય સેનને સારી
ટકકર આપી બીજી ગેમ જીતી વાપસી કરી હતી, પણ ત્રીજી ગેમ લક્ષ્ય સેને જીતીને હોંગકોંગ
ઓપનના સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી હતી.