• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

ઓમાન સામે પાકિસ્તાનનો નબળો દેખાવ : 7 વિકેટે 160

કપ્તાન સલમાન આગા અને ઓપનર સઇમ અયૂબ ગોલ્ડન ડક: મોહમ્મદ હારિસના 66 રન

દુબઇ તા.12: એશિયા કપના આજના મેચમાં બિન અનુભવી ઓમાન ટીમ સામે પાકિસ્તાન નબળો દેખાવ કરીને 20 ઓવરમાં 7 વિકેટે 160 રનનો સ્કોર કરી શકી હતી. પાક. કપ્તાન સલમાન અલી આગા અને ઓપનર સઇમ અયૂબ પહેલા દડે આઉટ થઇને ગોલ્ડન ડક થયા હતા. વનડાઉન બેટર મોહમ્મદ હારિસે 43 દડામાં 7 ચોક્કા અને 3 છક્કાથી 66 રન કરી પાકિસ્તાનની લાજ રાખી હતી. આ સિવાય ફખર જમાને 16 દડામાં 23 અને મોહમ્મદ નવાઝે 10 દડામાં 19 રનનું યોગદાન આપ્યું હતું. હસન નવાઝ 6, ફહીમ અશરફ 8 રને આઉટ થયા હતા. ઓમાન તરફથી શાહ ફૈઝલે 34 રનમાં 3 અને આમિર કલીમે 31 રનમાં 3 વિકેટ લીધી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક