• બુધવાર, 22 જુલાઈ, 2026

ઓમાન સામે જીત છતાં પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં બીજું ભારતે યુએઈ સામે મોટી જીત મેળવી હોવાથી નેટ રનરેટ મજબૂત

નવી દિલ્હી, તા. 13 : સલમાન આગાની આગેવાનીની પાકિસ્તાની ક્રિકેટ ટીમે શુક્રવારે ઓમાન સામે એશિયા કપ 2025મા પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ટીમે ઓમાનને 93 રને હરાવ્યું હતું. જો કે આ જીત છતાં પણ પાકિસ્તાન એશિયા કપ 2025ના પોઈન્ટ ટેબલમાં ભારતને પાછળ છોડી શક્યું નથી. ભારતે પહેલો મેચ યુએઈ સામે રમ્યો હતો. જેમાં પાકિસ્તાનથી પણ મોટી જીત મેળવી હતી. ભારત અને પાકિસ્તાનના ખાતામા 2-2 અંક છે પણ નેટ રન રેટના મામલામાં ભારતીય ટીમ પાકિસ્તાન કરતા ખુબ જ આળગ છે.

ભારત +10.483ની જોરદાર નેટ રનરેટ સાથે પહેલા ક્રમાંકે છે. જ્યારે પાકિસ્તાન +4.650 સાથે બીજા નંબરે છે. ગ્રુપ બી ઉપ્ર નજર કરવામાં આવે તો અફઘાનિસ્તાન અને બંગલાદેશનું ખાતું ખુલી ચૂક્યું છે. અફઘાનિસ્તાન અને બંગલાદેશે પોતાના પહેલા મેચમાં જીત મેળવી હતી. જેના પરિણામે બન્ને ટીમના બે બે પોઈન્ટ છે. તેમ છતાં અફઘાનિસ્તાનની ટીમ પહેલા અને બંગલાદેશની ટીમ બીજા ક્રમાંકે છે. અફઘાનિસ્તાન અને બંગલાદેશે પોતાના અભિયાનની શરૂઆતમાં હોંગકોંગની ટીમને હરાવી હતી. જેમાં અફઘાનિસ્તાને મોટી જીત મેળવી હોવાથી નેટ રનરેટના હિસાબે ટીમ ગ્રુપ બીમાં પહેલા ક્રમાંકે રહી છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક