નવી દિલ્હી, તા. 13 : ભારતીય હોકી મહિલા ટીમે શનિવારે હાંગ્ઝોમાં મહિલા એશિયા કપ 2025મા જાપાન સામે શાનદાર પ્રદર્શન કરતા 1-1થી ડ્રો રમ્યો હતો. બીજી તરફ ચીને અન્ય એક મુકાબલામાં કોરિયાને 1-0થી હરાવતા ભારતની ફાઈનલમાં એન્ટ્રી ફાઈનલ થઈ છે અને હવે રવિવારે ભારત અને ચીનની મહિલા હોકી ટીમ વચ્ચે ખિતાબી મુકાબલો રમાશે.
જાપાન
સામેના મેચમાં ભારતે બ્યુટી ડુંગડુંગના ગોલથી શરૂઆત કરી હતી. જ્યારે શિહો કોબાયાકાવાએ
58મી મીનિટે ગોલ કરીને જાપાની ટીમને બરોબરીએ લાવી હતી. ભારતે મુકાબલાની શરૂઆત શાનદાર
કરી હતી અને પ્રદર્શન આક્રમક રહ્યું હતું. જાપાને પણ આક્રમણનો પ્રયાસ કર્યો હતો પણ
તેને સફળતા મળવા દીધી નહોતી. જો કે 58મી મિનિટે જાપાન બરોબરીએ આવ્યું હતું.