• સોમવાર, 18 મે, 2026

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં જેસ્મિન અને મિનાક્ષીને ગોલ્ડ મેડલ 57 કિલો વર્ગમાં જેસ્મિન અને 48 કિલો વર્ગમાં મિનાક્ષી વર્લ્ડ ચેમ્પિયન બની

નુપૂર શેરોનને સિલ્વર અને પૂજા રાનીને બ્રોન્ઝ મેડલ

લિવરપૂલ, તા.14: ભારતીય મહિલા મુક્કેબાજ જેસ્મિન લંબોરિયા અને મિનાક્ષી હુડ્ડાએ  વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં જેસ્મિને પેરિસ ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ પોલેન્ડની બોકસર જૂલિયા જેરેમેટાને હાર આપીને ફેધર વેઇટ વજન ગ્રુપમાં ચેમ્પિયન બની હતી. જયારે મિનાક્ષીએ 48 કિલો વર્ગના ફાઇનલમાં પેરિસ ઓલિમ્પિકની કાંસ્ય ચંદ્રક વિજેતા તઝાકિસ્તાનની બોકસર નાઇઝ કાઇજેબેને 4-1 પોઇન્ટના અંતરથી હાર આપી હતી અને ગોલ્ડ મેડલ કબજે કર્યોં હતો. જેસ્મિને શનિવારે રાત્રે રમાયેલા પ7 કિલો વર્ગમાં ફાઇનલ મુકાબલામાં પોલેન્ડની મુક્કેબાજ વિરુદ્ધ 4-1થી જોરદાર જીત મેળવી હતી. જયારે ભારતની નુપૂર શેરોન (80 કિલો પ્લસ) અને પૂજા રાની (80 કિલો)ને ક્રમશ : સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારત તરફથી અગાઉ મેરીકોમ (2002, 200પ, 2006, 2008, 2010 અને 2018), નિકહત ઝરીન (2022 અને 2023), સરિતા દેવી (2006), જેની આરએલ (2006), લેખા કેસી (2006), નીતૂ ગંઘાસ (2023), લવલીના બોરગોહેન (2023), સ્વીટી બૂરા (2023) ખિતાબ જીતી ચૂકી છે. આ સૂચિમાં 24 વર્ષીય જેસ્મિન લંબોરિયા અને મિનાક્ષી હુડ્ડા સામેલ થઇ છે.

80 કિલો પ્લસ વજન ગ્રુપના ફાઇનલમાં ભારતની નુપૂર શેરોન પોલેન્ડની મુક્કેબાજ અગાતા કાઝમાર્સ્કા સામે 2-3થી હારી હતી. આથી નુપૂરને રજત ચંદ્રકથી સંતોષ માનવો પડયો હતો. જયારે 80 કિલો વર્ગના સેમિમાં પૂજા રાનીનો પરાજય થયો હતો. આથી તેણીને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત

થયો હતો.

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના પુરુષ મુક્કેબાજોને નિરાશા હાથ લાગી હતી. 12 વર્ષ પછી એવું પહેલીવાર થયું છે કે ભારતીય પુરુષ ટીમ મેડલ વિના સ્વદેશ પરત ફરશે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક