• શનિવાર, 05 સપ્ટેમ્બર, 2026

સાત્વિક-ચિરાગ અને લક્ષ્ય સેન ખિતાબ ચૂક્યા હોંગકોંગ ઓપનના ફાઇનલમાં પરાજય ચીની ખેલાડીઓ સામેની હારથી સુપર સિરીઝ ખિતાબ જીતવાનું સપનું તૂટયું

હોંગકોંગ, તા.14: ભારતની જુગ જોડી સાત્વિક સાઇરાજ-ચિરાગ શેટ્ટી અને સ્ટાર શટલર લક્ષ્ય સેનનું સુપર સિરીઝ ખિતાબ જીતવાનું સપનું ચકનાચૂર થયું છે. હોંગકોંપ ઓપન બેડમિન્ટન ચેમ્પિયનશિપ સુપર સિરીઝ-પ00 ટૂર્નામેન્ટના મેન્સ ડબલ્સ ફાઇનલમાં સાત્વિક-ચિરાગની અને મેન્સ સિંગલ્સ ફાઇનલમાં લક્ષ્ય સેનની આજે હાર થઇ છે.

19 મહિના પછી પહેલીવાર ફાઇનલમાં પહોંચનાર સાત્વિક અને ચિરાગ ફાઇનલમાં પહેલી ગેમ જીતી આગળ વધી રહ્યા હતા, પણ ચીની જોડીએ બાકીની બે ગેમ જીત શાનદાર વાપસી કરી હતી અને હોંગકોંગ ઓપનનો ડબલ્સનો ખિતાબ જીતી લીધો હતો. ચીની જોડી વેઇ કેંગ અને વાંગ ચાંગનો ફાઇનલમાં 19-21, 21-14 અને 21-17થી વિજય થયો હતો.

જયારે બે વર્ષ પછી સુપર સિરીઝ ફાઇનલ રમી રહેલ ભારતનો યુવા શટલર લક્ષ્ય સેન પણ ચીનના ખેલાડી લી શી ફેંગ વિરૂધ્ધ 1પ-21 અને 12-21થી હારી ગયો હતો. આથી લક્ષ્ય સેનને પણ હોંગકોંગ ઓપનમાં ઉપવિજેતાથી સંતોષ માનવો પડયો હતો.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક