• મંગળવાર, 14 એપ્રિલ, 2026

મહિલા એશિયા કપ હોકી ફાઇનલમાં ભારતની હાર : ચીન ચેમ્પિયન ફાઇનલમાં 4-1 ગોલથી જીત મેળવી ચીન વર્લ્ડ કપ માટે ક્વોલીફાય

ગ્વાંગ્ઝૂ તા.14: મહિલા એશિયા કપ હોકી ટૂર્નામેન્ટમાં ત્રીજીવાર ચેમ્પિયન થવાનું ભારતીય ટીમનું સપનું સાકાર થયું નથી. ફાઇનલમાં ભારતીય મહિલા હોકી ટીમે 4-1 ગોલથી હાર આપીને યજમાન ટીમ ચીન ફરી ચેમ્પિયન બની છે. એશિયા કપ વિજેતા થવાથી ચીન હોકી ટીમ આવતા વર્ષે બેલ્જિયમ અને નેધરલેન્ડમાં રમાનાર વર્લ્ડ કપ માટે કવોલીફાય થઇ ગઇ છે.

ફાઇનલમાં ભારતની શરૂઆત સારી રહી હતી. મેચની પહેલી મિનિટે જ નવનીત કૌરે ગોલ કરી ભારતને સરસાઇ અપાવી હતી. જો કે પહેલી મિનિટનો આ ગોલ ભારતીય ટીમનો એકમાત્ર ગોલ બની રહ્યો હતો. બાદમાં ચીન મહિલા ટીમે સતત કાઉન્ટર એટેક ચાલુ રાખ્યા હતા. ચીન તરફથી ફાઇનલ મુકાબલામાં 21, 41, પ1 અને પ3 મિનિટે ગોલ થયા હતા અને અંતમાં 4-1 ગોલની સરસાઇથી એશિયા કપ જીતી લીધો હતો.

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક