T20 બેટિંગ ક્રમાંકમાં સૌથી વધુ 931 રેટિંગ પોઇન્ટ હાંસલ કર્યા
દુબઇ3
તા.1: ભારતનો ઝડપથી ઉભરતો સિતારો અભિષેક શર્મા આઇસીસી ટી-20 બેટિંગ ક્રમાંકમાં ઇતિહાસ
સર્જીને સર્વશ્રેષ્ઠ રેટિંગ સાથે ટોચ પર બિરાજમાન છે. ટી-20 બેટિંગ ક્રમાંકમાં પાછલા
14 વર્ષના ઇતિહાસમાં અભિષેક શર્માએ સૌથી વધુ 931 રેટિંગ પોઇન્ટ હાંસલ કરીને નવો રેકોર્ડ
બનાવ્યો છે. તેણે આ મામલે ઈંગ્લેન્ડના બેટર ડેવિડ મલાનને પાછળ રાખી દીધો છે. મલાને
2020માં 919 રેટિંગ મેળવ્યા હતા. બીજી તરફ ઓલરાઉન્ડરોની સૂચિમાં પાક.નો સઇમ અયૂબ હાર્દિક
પંડયાને પાછળ રાખીને પહેલા ક્રમે આવી ગયો છે. જયારે ટી-20 બોલિંગ ક્રમાંકમાં ભારતનો
મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તી પહેલા સ્થાને યથાવત્ છે.
હાલમાં
જ સમાપ્ત થયેલ એશિયા કપમાં 2પ વર્ષીય અભિષેક શર્માએ 314 રન કર્યા હતા અને પ્લેયર ઓફ
ધ ટૂર્નામેન્ટ બન્યો હતો. આથી તેના ખાતમાં હવે 931 રેટિંગ છે અને ડેવિડ મલાન (919),
સૂર્યકુમાર યાદવ (912) અને વિરાટ કોહલી (909)થી આગળ થયો છે.
ફાઇનલમાં
69 રનની મેચ વિનિંગ ઇનિંગ રમનાર ભારતીય યુવા બેટર તિલક વર્મા ત્રીજા સ્થાને છે. જયારે
ઈંગ્લેન્ડનો ફિલ સોલ્ટ બીજા નંબર પર ટકી રહ્યો છે. બોલિંગમાં વરુણ ચક્રવર્તી ટોચ પર
છે અને કુલદીપ યાદવ 9 ક્રમના ફાયદાથી 13મા નંબર પર છે.