• શુક્રવાર, 13 માર્ચ, 2026

બેશરમ નકવીએ ભારતની માફી માંગી, પણ ટ્રોફી આપવાનો ઇનકાર એશિયા કપ ટ્રોફી મામલે ઇઈઈઈં હવે ઈંઈઈ સમક્ષ ફરિયાદ કરશે

નવી દિલ્હી, તા.1: પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચીફ અને પાક.ના ગૃહ મંત્રી ઉપરાંત એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ મોહસિન નકવીએ આખરી ભારત સામે ઘૂંટણ ટેકવી દીધા છે. તેમણે ટ્રોફી ડ્રામા બાદ હવે બીસીસીઆઇની માફી માગી લીધી છે. જો કે બેશરમ નકવી હજુ પણ એશિયા કપ ટ્રોફી ચેમ્પિયન ભારતીય ટીમને સોંપવા તૈયાર નથી. તેમણે કહ્યંy છે ટ્રોફી જોઇતી હોય તો ભારતીય કપ્તાન સૂર્યકુમાર દુબઇ આવીને લઇ જાય. નકવીના આવા જક્કી વલણ પછી બીસીસીઆઇએ આઇસીસી સમક્ષ આખો મામલો લઇ જવાનો નિર્ણય લીધો હોવાના રિપોર્ટ છે.

એશિયા કપના ફાઇનલમાં પાકિસ્તાન સામેની જીત બાદ ભારતીય ટીમે સાફ શબ્દોમાં જણાવી દીધું હતું કે અમે મોહસિન નકવીના હાથે ટ્રોફી સ્વીકારશું નહીં. બાદમાં બેશરમ નકવી ટ્રોફી અને મેડલ લઇને ચોરની માફક મેદાનમાંથી જતાં રહ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ પછી વિશ્વસ્તરે પાકિસ્તાન અને મોહસિન નકવીની ભારે બદનામી થઇ હતી. હવે એસીસીની બેઠકમાં મોહસિન નકવીએ બીસીસીઆઇના ઉપાધ્યક્ષ રાજીવ શુકલા સમક્ષ સ્વીકાર્યું છે કે આવું થવું જોઈતું નહીં, આઇ એમ સોરી. જો કે નકવીએ બીસીસીઆઈને ટ્રોફી આપવાનો ઇનકાર કરી કહ્યંy કે ભારતીય કપ્તાન સૂર્યકુમાર દુબઇ આવી લઇ જાય. નકવીના આ જક્કી વલણ પછી રાજીવ શુકલા અને સેક્રેટરી દેવજીત સાકિયા બેઠક છોડીને નીકળી ગયા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક