અમદાવાદ,
તા.2: વેસ્ટ ઇન્ડિઝ સામેના પ્રથમ ટેસ્ટના પ્રારંભે જ ભારતના સ્ટ્રાઇક બોલર જસપ્રિત
બુમરાહે વધુ એક ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. ભારત તરફથી આજે સિરાજે 4 અને બુમરાહે
3 વિકેટ લીધી હતી. આ સાથે જ બુમરાહે ઘરેલુ મેદાનમાં પ0 વિકેટ પૂરી કરી છે. બુમરાહે
ભારતની ધરતી પર પહેલો ટેસ્ટ મેચ વર્ષ 2021માં રમ્યો હતો. ઘરેલુ મેદાનમાં તેનો આ 13મો
ટેસ્ટ છે. તેણે ઘરેલુ મેદાન પર સૌથી સારી સરેરાશથી પ0 વિકેટ પૂરી કરી છે. આ ઉપરાંત
24 ઇનિંગમાં પ0 વિકેટ સાથે જવગલ શ્રીનાથની બરાબરી કરી છે. બુમરાહે 1747 દડામાં પ0 વિકેટ
પૂરી કરી છે. તેનો સ્ટ્રાઇક રેટ સૌથી સારો છે.
જસપ્રિત
બુમરાહ 24 ઇનિંગ
જવાગલ
શ્રીનાથ 24 ઇનિંગ
કપિલ
દેવ 2પ ઇનિંગ
ઇશાંત
શર્મા 27 ઇનિંગ
મોહમ્મદ
શમી 27 ઇનિંગ