અમદાવાદ,
તા.2: વેસ્ટ ઇન્ડિઝ સામેના પહેલા ટેસ્ટના પહેલા દિવસે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે
ખતરનાક બોલિંગ કરી હતી. સિરાજના સ્પેલમાં વિન્ડિઝનું ટોપ ઓર્ડર કડડભૂસ થયું હતું. તેણે
શરૂઆતના ચાર બેટધરમાંથી ત્રણને આઉટ કર્યાં હતા. ઇનિંગમાં તેના નામે 4 વિકેટ રહી હતી.
આ સાથે જ સિરાજ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)માં ભાગ લેનારી ટીમોમાં આ વર્ષે
સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. સિરાજે આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ
સ્ટાર્કને પાછળ રાખી દીધો છે. મોહમ્મદ સિરાજના નામે આ વર્ષે ડબ્લ્યૂટીસીમાં 7 મેચની
12 ઇનિંગમાં 30 વિકેટ થઇ છે. બીજા નંબર પરના મિચેલ સ્ટાર્કના ખાતામાં 14 ઇનિંગમાં
29 વિકેટ છે.
મોહમ્મદ
સિરાજ 30 વિકેટ 12 ઇનિંગ
મિચેલ
સ્ટાર્ક 29 વિકેટ 14 ઇનિંગ
નાથન
લિયોન 24 વિકેટ 11 ઇનિંગ
શમાર
જોસેફ 22 વિકેટ 6 ઇનિંગ
જોશ
ટંગ 21 ઇનિંગ 8 ઇનિંગ