• મંગળવાર, 12 મે, 2026

રાહુલની ઘરઆંગણે 3211 દિવસ પછી સદી

ઓપનર તરીકે 10મી સદી કરી રોહિત અને ગંભીરથી આગળ થયો

અમદાવાદ, તા.3: વેસ્ટ ઇન્ડિઝ સામેના પહેલા ટેસ્ટ દરમિયાન ભારતીય ઓપનર કેએલ રાહુલે તેની ટેસ્ટ કેરિયરની 11મી સદી ફટકારી હતી. ઘરઆંગણે તેની આ ફકત બીજી સદી છે. રાહુલે 3211 દિવસ પછી ઘરઆંગણે સદી કરી છે. જે ભારતીય બેટધર માટે બે ઘરલુ સદી વચ્ચેનું સૌથી લાંબું અંતર છે. આ પહેલા આ રેકોર્ડ આર. અશ્વિનના નામે હતો. તેની બે ઘરેલુ સદી વચ્ચે 26પપ દિવસનું અંતર હતું.

કેએલે રાહુલે ભારતની ધરતી પર છેલ્લે ડિસેમ્બર 2016માં ચેન્નાઇમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સદી કરી હતી. જેના નવ વર્ષ પછી ઘરઆંગણે સદી કરી છે. તેની બે ઘરલુ સદી વચ્ચે 26 ઇનિંગનું અંતર છે. જો કે આ મામલે અશ્વિન તેનાથી આગળ છે. તેની બે ઘરેલુ સદી વચ્ચે 36 ઇનિંગનું અંતર હતું. આ પછી સૈયદ કિરમાણી (32 ઇનિંગ) અને ચંદુ બોરડે (27 ઇનિંગ)ના નામ આવે છે.

રાહુલે ઓપનર તરીકે 10મી સદી કરી છે. ઓપનર તરીકે ભારત તરફથી સૌથી વધુ સદીના મામલે રાહુલથી આગળ હવે મુરલી વિજય (12), વિરેન્દ્ર સેહવાગ (22) અને સુનિલ ગાવસ્કર (33) જ છે. 10 સદી સાથે રાહુલ ચોથા નંબર પર છે. આ પછી રોહિત શર્મા (9) અને ગૌતમ ગંભીર (9)ના નામ આવે છે.

ઇ-પેપરના નવા શુલ્ક