અમદાવાદ,
તા.3: વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધના પહેલા ટેસ્ટમાં ભારતીય કપ્તાન શુભમન ગિલે પ0 રનની ઇનિંગ
રમી રેકોર્ડ કર્યો છે. તે ભારતીય ઘરતી પર પહેલીવાર કપ્તાની કરતા તેણે મહાન સુનિલ ગાવસ્કરના
47 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી છે. ગાવસ્કરે ભારતમાં પહેલીવાર કપ્તાની કરતા વેસ્ટ
ઇન્ડિઝ સામે 1978માં વાનખેડે સ્ટેડિયમમાં 20પ રન કર્યાં હતા.
દુર્લભ
સંયોગ યોગનુયોગ આજે રાહુલ પૂરા 100 રને શુભમન પૂરા પ0 રન કરી આઉટ થયા હતા. આવો દુર્લભ
સંયોગ 61 વર્ષ પછી થયો છે. 1964માં દિલ્હી ટેસ્ટમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય વિકેટકીપર
બુદ્ધિ કુંદરમ ઠીક 100 રને અને એમએલ જયસિમ્હા પ0 રને આઉટ થયા હતા.