• બુધવાર, 22 જુલાઈ, 2026

વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મીરાબાઇ ચાનૂને સિલ્વર મેડલ

ફોર્ડે (નોર્વે), તા.3: ભારતની અનુભવી એથ્લેટ મીરાબાઇ ચાનૂએ વર્લ્ડ વેઇટ લિફટીંગ ચેમ્પિયનશિપમાં 48 કિલો વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે. મીરાબાઇ ચાનૂ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અગાઉ બે મેડલ જીતી ચૂકી છે. તેણે 2017 અને 2022માં પણ રજત ચંદ્રક કબજે કર્યાં હતા. આ વખતે મીરાબાઇ ચાનૂએ કુલ 199 કિલો વજન (સ્નેચમાં 84 કિલો અને કલીન એન્ડ જર્કમાં 11પ કિલો) ઉપાડયું હતું. ઉત્તર કોરિયાની ખેલાડી રી સોંગ કોમ 213 કિલો વજન ઉઠાવી સુવર્ણ ચંદ્રકની હકદાર બની હતી. કાંસ્ય ચંદ્રક થાઇલેન્ડની થાન્યાથોન સુકચારોન (198 કિલો)ને મળ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક