• સોમવાર, 10 નવેમ્બર, 2025

20 વર્ષમાં 11 મુકાબલા પણ પાકિસ્તાનને મળ્યું મીંડું !

આજે મહિલા વિશ્વકપમાં ફરી પાકિસ્તાન સામે ભારતની ટક્કર

નવી દિલ્હી, તા. 4 : આવતીકાલે પાંચમી ઓક્ટોબરના રોજ ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચે વિશ્વકપનો મુકાબલો રમાશે. આ મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે. મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં થવાનો છે. હાલમાં જ ભારતની પુરુષ ટીમે પાકિસ્તાનને એશિયા કપમાં ત્રણ વખત હરાવ્યું હતું. જેમાં ફાઈનલમાં જીત પણ સામેલ છે. કુલ મળીને ભારતીય પુરુષ ટીમનો દબદબો પાકિસ્તાન સામે યથાવત છે. હવે ભારતની મહિલા ટીમની પાકિસ્તાન સામે ટક્કર થવાની છે.

વનડે ફોર્મેટમાં જ્યારે પણ બન્ને ટીમની ટક્કર થઈ છે ત્યારે દરેક વખત ભારતીય ટીમે પાકિસ્તાની મહિલા ટીમને હરાવી છે. અગાઉ 6 માર્ચ 2022ના રોજ પાકિસ્તાનની મહિલા ટીમ સામે મુકાબલો થયો હતો. જેમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 107 રન હરાવ્યું હતું. આ પણ વનડે વિશ્વકપનો મુકાબલો હતો. બન્ને ટીમ વચ્ચે પહેલો મુકાબલો 30 ડિસેમ્બર 2005ના કરાચીમાં રમાયો હતો. જેમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 193 રને હરાવ્યું હતું. આ પહેલા મુકાબલામાં ભારતીય ટીમે 289 રન કર્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 96 રનમાં ઓલઆઉટ થઈ હતી.

બન્ને દેશ વચ્ચે છેલ્લા 20 વર્ષ દરમિયાન 11 મુકાબલા થયા છે. જો કે પાકિસ્તાનની ટીમ દુનિયાના દરેક ખૂણામાં દરેક જગ્યાએ ભારતને જીત મળી છે. આ વખતે પણ આ વખતે પણ ભારતીય ટીમ પાસે વિશ્વકપમાં આશા રહેશે કે પાકિસ્તાન સામે જીત મેળવે. આ વખતે મહિલા વનડે વિશ્વકપનું આયોજન ભારત અને શ્રીલંકા સંયુક્ત રૂપે કરી રહ્યું છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025