મહિલા વિશ્વકપના લીગ મેચમાં મેચ રેફરીએ કર્યો કાંડ
કોલંબો,
તા. 5 : ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં રમાઈ રહેલા મહિલા વિશ્વકપના લીગ મેચ દરમિયાન
મેચ રેફરીએ એક મોટો કાંડ કરી દીધો હતો. જેને સુધારી શકાય તેમ નથી. મેચ રેફરીએ પાકિસ્તાની
ટીમને ટોસ જીતવાડી દીધો હતો અને ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર કંઈ કરી શકી નહોતી. એક
રીતે ભારતીય ટીમ સાથે સરેઆમ છેતરપિંડી થઈ હતી. જેનો વીડિયો પણ કેમેરામાં કેદ થયો છે.
હકીકતમાં
ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાન સામેના મેચમાં ટોસ ઉછાળ્યો હતો. પાકિસ્તાની
કેપ્ટને ટેલ્સ કહ્યો હતો, બાદમાં મેચ રેફરી શાંદ્રે ફિટ્ઝ અને ટોસ પ્રેઝન્ટર મેલ જોંસે
કહ્યું, હેડ્સ ઈઝ ધ કોલ અને હેડ્સ આવ્યો હતો. આ રીતે જીત ટોસમાં ભારતની થવાની હતી પણ
પાકિસ્તાનને આપી દીધી હતી. પાકિસ્તાને કેપ્ટનને પણ સવાલ કરવામાં આવતા તેણે કોઈપણ વિલંબ
વિના કહી દીધું હતું કે પહેલા બોલિંગ કરશે.
જેના
પરિણામે પાકિસ્તાની ટીમે પહેલા બોલિંગ પણ શરૂ કરી દીધી હતી. આ બનાવનો વિડિયો બાદમાં
સોશિયલ મીડિયા ઉપર ભારે વાયરલ થયો હતો અને લોકો સવાલ કરી રહ્યા હતા કે આવા હાઈવોલ્ટેજ
મેચમાં મેચ રેફરી દ્વારા આવી ભુલ કેવી રીતે ચલાવી શકાય. હવે આ મામલે આગળ શું કાર્યવાહી
કરવામાં આવે છે તે જોવાનું રહ્યું પણ અંતે મેચમાં તો ભુલ બાદ તેનું પાલન કરી લેવામાં
આવ્યું હતું અને ભારતીય ટીમે ટોસ જીતીને પણ મેચ રેફરીનું માન રાખી
લીધું
હતું.