ચેમ્પિયન્સ ટ્રોફીની વિજેતા ટીમમાં સામેલ જાડેજા, ચક્રવર્તી સહિત પાંચ ખેલાડીઓ બહાર
નવી
દિલ્હી, તા. 5 : ભારતીય ટીમ 19 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે તેની જ ધરતી ઉપર ત્રણ વનડે
અને પાંચ ટી20 આંતરરાષ્ટ્રીય મુકાબલા રમશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની ટીમનું એલાન
શનિવારે કરવામાં આવ્યું છે. ટી20 ટીમમાં લાંબો ફેરફાર જોવા મળ્યો નથી પણ ઓડીઆઈ ટીમ
બદલાયેલી જોવા મળે છે. વનડે શ્રેણીમાં ભારતીય ટીમની કમાન શુભમન ગિલને સોંપવામાં આવી
છે. જ્યારે
ઉપકેપ્ટન
શ્રેયસ અય્યરને બનાવવામાં આવ્યો છે. આમ વનડે ટીમની લીડરશીપમાં બદલાવ થયો છે.
ભારતીય
ટીમે પોતાનો અંતિમ વનડે મેચ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025મા રમ્યો હતો. ત્યારે ફાઈનલમાં
રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવીને
ખિતાબ
જીત્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સામેલ પાંચ ખેલાડી ઓસ્ટ્રેલિયા સામેની વનડે
શ્રેણીમાં સામેલ નથી. આ ખેલાડીઓ રવીન્દ્ર જાડેજા, હાર્દિક પંડયા, મોહમ્મદ શમી, વરુણ
ચક્રવર્તી અને ઋષભ પંત છે.
હાર્દિક
પંડયા અને ઋષભ પંત ઈજામાંથી બહાર આવી રહ્યા હોવાથી સિલેક્શન માટે ઉપલબ્ધ નહોતી.જ્યારે
મોહમ્મદ શમી, વરુણ ચક્રવર્તી અને રવીન્દ્ર જાડેજાને ડ્રોપ કરવામં આવ્યા છે. આ પાંચની
જગ્યાએ યશસ્વી જયસ્વાલ, નીતીશ કુમાર રેડ્ડી, પ્રસિદ્ધ કૃષ્ણા,મોહમ્મદ સિરાજ અને ધ્રુવ
જુરેલને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
વિકેટકીપર
ધ્રુવ જુરેલ અને ઓલઆઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને ઓડીઆઈનો અનુભવ જ નથી અને અત્યારસુધી
વનડેમાં ડેબ્યુ કરી શક્યા નથી. બીજી તરફ યશસ્વી જયસ્વાલે અત્યારસુધીમાં માત્ર એક વનડે
મેચ રમ્યો છે. બાકીના 10 ખેલાડી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાં સામેલ હતા.