• સોમવાર, 10 નવેમ્બર, 2025

વિદર્ભે જીત્યો ઈરાની કપ : રેસ્ટ ઓફ ઈન્ડિયાની હાર યશ ઢૂલની ઈનિંગ બેકાર : વિદર્ભે ત્રીજી વખત કપ નામે કર્યો

નાગપુર, તા. 5 : વિદર્ભે રેસ્ટ ઓફ ઈન્ડિયાને 93 રને હરાવીને ત્રીજી વખત ઈરાની કપ ખિતાબ પોતાના નામે કરી લીધો છે. આ પહેલા વિદર્ભે 2017-18 અને 2018-19માં ટ્રોફી પોતાના નામે કરી હતી. વિદર્ભ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં ટોસ જીતીને બેટિંગ પસંદ કરતા વિદર્ભે પોતાની પહેલી ઈનિંગમાં 342 રન કર્યા હતા. જેમાં અથર્વ તાયડેએ સર્વાધિક 143 રન કર્યા હતા. જ્યારે યશ રાઠોડે 91 રનની ઈનિંગ રમી હતી.

વિપક્ષી ટીમથી આકાશ દીપ અને માનવ સુથારને ત્રણ ત્રણ સફળતા મળી હતી. બીજી તરફ રેસ્ટ ઓફ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં માત્ર 214 રન કરી શકી હતી. રેસ્ટ ઓફ ઈન્ડિયા માટે કેપ્ટન રજત પાટીદારે સર્વાધિક 66 રન કર્યા હતા. જ્યારે અભિમન્યુ ઈશ્વરને 52 રનની ઈનિંગ રમી હતી. વિદર્ભ પાસે પહેલી ઈનિંગના આધારે 128 રનની બઢત હતી. જ્યારે બીજી ઈનિંગમાં 232 રન કરીને રેસ્ટ ઓફ ઈન્ડિયાને જીત માટે 361 રનનો ટાર્ગેટ આપ્યો હતો. વિદર્ભની બીજી ઈનિંગમાં કેપ્ટન આકાશ વાડેકરે સર્વાધિક 36 રન કર્યા હતા. જ્યારે દર્શન નાલકંડેએ 35 રનની ઈનિંગ રમી હતી.

361 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રેસ્ટ ઓફ ઈન્ડિયો 133 રનમાં જ છ વિકેટ ગુમાવી દીધી હતી.બાદમાં યશ ઢૂલે માનવ સુથાર સાથે મળીને ઈનિંગ સંભાળવાની કોશિશ કરી હતી. બન્નેએ સાતમી વિકેટ માટે 104 રન એકત્રિત કર્યા હતા. જેમાં ઢૂલે 92 રનનું યોગદાન આપ્યું હતું અને માનવ સુગારે 56 રન કર્યા હતા. જો કે ટીમ 267 રનથી આગળ વધી શકી નહોતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025