-121 રનના લક્ષ્યાંક સામે ભારતના 1 વિકેટે 63
-બીજા
દાવમાં વેસ્ટ ઇન્ડિઝે ભારતીય બોલરોને હંફાવીને 390 રન કર્યાં : કેમ્પબેલ અને હોપની
સદી : કુલદીપ-બુમરાહની 3-3 વિકેટ
નવી
દિલ્હી તા.13: વેસ્ટ ઇન્ડિઝ સામેના બીજા ટેસ્ટમાં પણ ભારતની જીત નિશ્ચિત બની છે. અમદાવાદમાં
ત્રણ દિવસની અંદર વિજય પ્રાપ્ત કરનાર ટીમ ઇન્ડિયાને રાજધાની નવી દિલ્હીમાં જીત માટે
પાંચમા દિવસે પણ મેદાનમાં ઉતરવું પડશે. બીજો ટેસ્ટ અને 2-0થી શ્રેણી જીતવાથી ભારત ફકત
પ8 રન દૂર છે અને 9 વિકેટ અકબંધ છે. 121 રનના સામાન્ય વિજય લક્ષ્યાંકનો પીછો કરતા ચોથા
દિવસની રમતના અંતે ભારતના 1 વિકેટે 63 રન થયા હતા. કેએલ રાહુલ 2પ અને સાઇ સુદર્શન
30 રને નોટઆઉટ રહ્યા હતા. યશસ્વી જયસ્વાલ ખરાબ ફટકો મારી 8 રને આઉટ થયો હતો. આ પહેલા
આજે વિન્ડિઝ તરફથી જોન કેમ્પબેલ (11પ) અને શે હોપ (103)એ સદી ફટકારી ભારતીય બોલરોને
હંફાવ્યા હતા. ફોલોઓન પછી વિન્ડિઝે સંઘર્ષ કરીને 390 રન કર્યાં હતા.
વેસ્ટ
ઇન્ડિઝને આજે મેચના ચોથા દિવસે તેનો બીજો દાવ 2 વિકેટે 173 રનથી આગળ વધાર્યોં હતો.
ગઇકાલેના અણનમ બન્ને કેરિયરન બેટર્સ કેમ્પબેલ અને હોપે સદી ફટકારી હતી. આ બન્ને વચ્ચે
ત્રીજી વિકેટમાં 29પ દડામાં 177 રનની ભાગીદારી થઇ હતી. કેમ્પબેલ 199 દડામાં 12 ચોક્કા-3
છક્કાથી પોતાની પ્રથમ સદી કરી આઉટ થયો હતો. જયારે 8 વર્ષ પછી સદી કરનાર શે હોપ 214
દડામાં 12 ચોક્કા-2 છક્કાથી 103 રને આઉટ થયો હતો. કપ્તાન રોસ્ટન ચેઝે 40 રન બનાવ્યા
હતા. આખરી વિકેટમાં 133 દડામાં 79 રનનો ઉમરો થયો હતો. જસ્ટિન ગ્રીવ્સ 8પ દડામાં 3 ચોક્કાથી
પ0 રને નોટઆઉટ રહ્યો હતો. જયારે 11મા ક્રમનો જેડેન સીલ્સ 67 દડાનો સામનો કરીને 1 ચોક્કા-1
છક્કાથી 32 રને આઉટ થયો હતો. આથી વિન્ડિઝના 118.પ ઓવરમાં 390 રન થયા હતા.
ભારત
તરફથી કુલદીપ યાદવ અને જસપ્રિત બુમરાહને 3-3 વિકેટ મળી હતી. સિરાજને 2 વિકેટ મળી હતી.
જાડેજા અને સુંદરના ભાગે 1-1 વિકેટ આવી હતી.
ભારતે
તેનો પહેલો દાવ પ વિકેટે પ18 રને ડિકલેર કર્યોં હતો. આ પછી વિન્ડિઝ ટીમના 248 રન થયા
હતા. આથી ભારતે ફોલોઓનની ફરજ પાડી હતી.