• સોમવાર, 10 નવેમ્બર, 2025

પાક.ના 378 સામે આફ્રિકાના 6 વિકેટે 216 રન

-લાહોર ટેસ્ટના બીજા દિવસના અંતે આફ્રિકા 162 રનથી પાછળ

લાહોર તા.13: રાયન રિકલટનના 71 અને ટોની ડીજોર્જીના અણનમ 81 રનની મદદથી પાકિસ્તાન સામેના પ્રથમ ટેસ્ટમાં દ. આફ્રિકાના 6 વિકેટે 216 રન થયા છે. આ પહેલા આજે પાકિસ્તાનનો પહેલો દાવ 378 રને સમાપ્ત થયો હતો. બીજા દિવસની રમતના અંતે આફ્રિકા હજુ 162 રન પાછળ છે અને 4 વિકેટ બચી છે.

આફ્રિકા તરફથી પહેલા દાવમાં રેયાન રિકલટને 137 દડામાં 9 ચોક્કા અને 2 છક્કાથી 71 રનની ઈનિંગ રમી હતી. તેના અને ટોની વચ્ચે ત્રીજી વિકેટમાં 94 રનની ભાગીદારી થઇ હતી. ટોની ડીજોર્જી 140 દડામાં 9 ચોક્કા અને 1 છક્કાથી 81 રને અણનમ રહ્યો હતો. કપ્તાન એડન માર્કરમ 20, વિયાન મુલ્ડર 17, ટ્રિસ્ટન સ્ટબ્સ 8 અને ડેવાલ્ડ બ્રેવિસ ગોલ્ડન ડક થયો હતો. પાક. સ્પિનર નોમાન અલીને 4 વિકેટ મળી હતી.

આ પહેલા આજે પાકિસ્તાન ટીમ 110.4 ઓવરમાં 378 રને ઓલઆઉટ થઇ હતી. મોહમ્મદ રિઝવાન 7પ રને આઉટ થયો હતો. જયારે સલમાન આગા 7 રને સદી ચૂકી ગયો હતો. તેણે 14પ દડામાં પ ચોક્કા-3 છક્કાથી 93 રન બનાવ્યા હતા. આ બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટમાં 163 રનની ભાગીદારી થઇ હતી. આફ્રિકા તરફથી નવોદિત સ્પિનર સેનુરન મુથુસામીએ 117 રનમાં 6 વિકેટ લીધી હતી.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025