• સોમવાર, 10 નવેમ્બર, 2025

વિરાટ અને રોહિતનું ભવિષ્ય ભાખતો શાત્રી

નવી દિલ્હી તા.13: ભારતીય ટીમના પૂર્વ કોચ અને કોમેન્ટેટર રવિ શાત્રીનું માનવું છે કે વિરાટ કોહલી અને રોહિત શર્માના 2027ના વન ડે વર્લ્ડ કપ રમવાની સંભાવના તેમના ફોર્મ અને ફિટનેસ પર નિર્ભર કરે છે. આગામી ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી તેમના માટે અગ્નિપરીક્ષા સમાન રહેશે.

શાત્રી કહે છે વન ડે ટીમમાં જગ્યા પાકી કરવા માટે વિરાટ અને રોહિતે ઓસ્ટ્રેલિયામાં મજબૂત દેખાવ કરવો પડશે. હાલ તો બન્ને ટીમ સંયોજનના હિસ્સા છે. આ બધું તેમની ફિટનેસ, ફોર્મ અને જુસ્સા પર નિર્ભર કરે છે. મને લાગે છે કે તેમના આકલન માટે આ શ્રેણી ઘણી મહત્વની છે. આ શ્રેણીની આખરમાં તેમને ખુદને ખબર પડી જશે કે તેઓ કયાં છે. ફેંસલો તેમને લેવાનો છે.

અત્રે એ ઉલ્લેખનીય રહેશે વન ડે વિશ્વ કપ હજુ બે વર્ષ દૂર છે. ત્યારે રોહિત 40નો અને વિરાટ 38 વર્ષના હશે. રોહિતના સ્થાને શુભમન ગિલ ભારતની વન ડે ટીમનો નવો કેપ્ટન નિયુકત થયો છે. ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની 3 મેચની વન ડે શ્રેણી 19 ઓકટોબરથી શરૂ થશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025