• સોમવાર, 10 નવેમ્બર, 2025

હોપની 8 વર્ષ પછી સદી : કેમ્પબેલે પ્રથમ સદી માટે 50 ઇનિંગ રમી

નવી દિલ્હી, તા.13: ભારત સામેના બીજા ટેસ્ટના બીજા દાવમાં વેસ્ટ ઇન્ડિઝ તરફથી ઓપનિંગ બેટસમેન જોન કેમ્પબેલ (11પ) અને મીડલઓર્ડર બેટર શે હોપ (103)એ શાનદાર સદી ફટકારી હતી. શતકીય ઇનિંગ રમીને આ બન્ને કેરેબિયન બેટધરે ખાસ રેકોર્ડ બનાવ્યા છે.

શે હોપની કેરિયરની આ ત્રીજી સદી છે અને તેણે આઠ વર્ષ પછી ત્રણ આંકડે પહોંચીને સદીનો દુકાળ સમાપ્ત કર્યો હતો. તેની પાછલી સદી વર્ષ 2017માં ઇંગ્લેન્ડમાં થઇ હતી.  હોપની શરૂઆતની બન્ને સદી ઇંગ્લેન્ડમાં થઇ હતી. આ પછી તેણે ટેસ્ટ ફોર્મેટમાં બે સદી વચ્ચેની સૌથી વધુ ઇનિંગ અંતરનો રેકોર્ડ બનાવ્યો છે.

જયારે જોન કેમ્પબેલે પોતાની ટેસ્ટ કેરિયરની પહેલી સદી આજે કરી હતી. જે તેણે પોતાના 2પમા ટેસ્ટની પ0મી ઈનિંગમાં કરી છે. આ પહેલા તે 49 ઇનિંગમાં ફક્ત ત્રણવાર જ પ0 ઉપરનો સ્કોર કરી શક્યો હતો. કેમ્પબેલે તેની પહેલી સદી છક્કાથી પૂરી કરી હતી. ભારતની ધરતી પર 23 વર્ષ પછી કોઇ કેરેબિયન ઓપનરે સદી કરી છે. છેલ્લે 2002માં કોલકતામાં વેવેલ હાઇન્સે સદી કરી હતી. કેરિયરની પહેલી સદી માટે સૌથી વધુ ઈનિંગ રમનારા બેટધરોની સૂચિમાં કેમ્પબેલ બીજા સ્થાને છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

લુંધીયા, ભાડેર અને મોણવેલમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગથી લોકો ત્રાહિમામ ગ્રામજનો એકઠા થઈ ગેંગને પકડી કડક કાર્યવાહી કરવા પોલીસ મથકમાં માગણી કરી November 10, Mon, 2025